Delhi

નવા વર્ષથી જ સમગ્ર ઉતર ભારત સહિત દેશના વિવિધ ભાગોમાં ઠંડી વધવા લાગશે ઃ હવામાન વિભાગની આગાહી

નવીદિલ્હી
કેલેન્ડર વર્ષ ૨૦૨૨ની આજે વિદાય થવા સાથે મધરાત્રે નવા વર્ષ ૨૦૨૩ને આવકારવા વિશ્વભરમાં ઉત્સાહ-ઉમંગ છે. ભારત સહિત આખુ વિશ્વ નવા વર્ષની ઉજવણી-જશ્નમાં ડુબવા સજ્જ બન્યું છે ત્યારે ઉતર ભારતના પર્વતીય પ્રવાસન સ્થળોમાં કુદરતે પણ મોજ કરાવી હોય તેમ નવેસરથી હિમવર્ષાથી પ્રવાસીઓમાં ઉત્સાહ ઉમટ્યો છે. હિમાચલ-કાશ્મીર હિમવર્ષાને પગલે સંપૂર્ણ રીતે બરફની ચાદર બનતા હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે જ્યાં નવા વર્ષનો જશ્ન મનાવશે. કેલેન્ડર વર્ષ ૨૦૨૨ના અંતિમ દિવસે જ હિમાચલ પ્રદેશના પર્વતીય સ્થળો બરફથી લથબથ થયા હતા.ડેલહાઉઝીમાં સીઝનની પ્રથમ હિમવર્ષા થતા નવું વર્ષ ઉજવવા ખડકાયેલા હજારો પ્રવાસીઓનો ઉત્સાહ બેવડાયો હતો. મનાલી, સોલંગનાલા, નારકંડા, ડેલહાઉઝી સહિતના પ્રવાસન ક્ષેત્રોમાં પ્રવાસીઓએ મુક્ત રીતે મોજમસ્તી કરી હતી. તમામ હોટલો હાઉસફૂલ રહેતા ધંધાર્થીઓના ચહેરા પણ ખીલી ઉઠ્‌યા હતા. નવા વર્ષની ઉજવણીને ધ્યાને રાખીને સરકારે ત્રણ દિવસ રેસ્ટોરાં-માર્કેટ આખી રાત ખુલ્લા રાખવાની છુટ્ટ આપી જ છે. મનાલીમાં પણ જાેરદાર હીમવર્ષા થઇ હતી. મનાલી-લાહોલનો ટ્રાફીક બંધ કરાયો હતો. આ સિવાય કાશ્મીરમાં પણ હિમવર્ષાથી પ્રવાસીઓમાં અભૂતપૂર્વ રોમાંચ-ઉમંગ છે. પટનીટોપ-નત્થાટોપ હિમવર્ષાથી સફેદ ચાદરમાં વિંટાયા હતા. ભારે હિમવર્ષાથતી અટલ ટનલમાં ૪૦૦ વાહનો અટવાયા હતા. ૧૦૦૦ પ્રવાસીઓ ફસાતા તંત્ર દ્વારા જરુરી વ્યવસ્થા કરવામાં આવી હતી. લાહોલ-સ્પીતી પોલીસે ૮ કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને તમામને હેમખેમ બહાર કાઢ્યા હતા. અટલ ટનલ રોહતાંગથી દક્ષિણ તથા ઉતર પોર્ટલમાં ૪૫ સેમી હિમવર્ષા થઇ હતી. દરમ્યાન હવામાન વિભાગના રીપોર્ટ પ્રમાણે કાશ્મીર-હિમાચલમાં હિમવર્ષા થઇ છે અને હવે બરફીલા પવન ફુંકાવાના પગલે મેદાની ક્ષેત્રોમાં ઠંડી વધશે. નવા વર્ષથી જ સમગ્ર ઉતર ભારત સહિત દેશના વિવિધ ભાગોમાં ઠંડી વધવા લાગશે અને તાપમાનનો પારો ઓછામાં ઓછો ત્રણથી પાંચ ડીગ્રી નીચે ઉતરી જવાની શક્યતા છે. ૧લી જાન્યુઆરી-આવતીકાલથી શીતલહેર સર્જાશે. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સને કારણે બે-ત્રણ દિવસથી રાહત હતી તેનો પ્રભાવ ખત્મ થતાની સાથે જ ૫મી જાન્યુઆરી સુધી કોલ્ડવેવની શક્યતા છે. હવામાન વિભાગે વધુ હિમવર્ષાની આગાહી કરવા સાથે પ્રવાસીઓને વધુ ઉંચાઈવાળા પર્વતીય ક્ષેત્રોમાં નહીં

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *