Gujarat

પ્રણામી સંપ્રદાયના આચાર્યશ્રી ૧૦૮ કૃષ્ણમણીજી મહારાજના જન્મદિન પ્રસંગે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા શ્રી મુળુભાઈ બેરાએ મહારાજશ્રીના આશિષ લીધા

કૃષ્ણ પ્રણામી સંપ્રદાયના આચાર્ય શ્રી ૧૦૮ કૃષ્ણમણીજી મહારાજશ્રીના ૫૯માં જન્મદિન પ્રસંગે રાજ્યના
કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા સહિતનાએ ૫ નવતનપુરી ધામ, ખીજડા મંદિર
ખાતે ઉપસ્થિત રહી ૧૦૮ શ્રી કૃષ્ણમણીજી મહારાજશ્રીના આશિષ લીધા હતા. આ પ્રસંગે તેમની સાથે ધારાસભ્ય શ્રી રિવાબા
જાડેજા તથા શ્રી દિવ્યેશભાઈ અકબરી, પૂર્વ મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા, શ્રી
વિમલભાઈ કગથરા, શ્રી મેરામણભાઇ ભાટુ વગેરે પણ જોડાયા હતા.ઉલ્લેખનીય છે કે જામનગર ખાતે આવેલ શ્રી ૫ નવતનપુરી
ધામ ખીજડા મંદિર પ્રણામી ધર્મની આદ્યપીઠ છે.જેની સાથે દેશ-વિદેશમાં કરોડો અનુયાયીઓ શ્રદ્ધાપૂર્વક જોડાયેલાં છે.

khijda-mandir-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *