અખિલ ગુજરાત આરોહણ- અવરોહણ સ્પર્ધાનું ૧૧ કેમેરા વડે જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાને યુ – ટ્યુબ સહિતના સોશિયલ મીડિયા ઉપરાંત એક કેબલ નેટવર્ક ચેનલ ઉપર લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવ્યું હતું. આ જીવંત પ્રસારણ માટે ભવનાથ તળેટીથી અંબાજી સુધી ૧૧ જેટલા કેમેરા લગાવવામાં આવ્યા હતા. આમ, હજારો લોકોએ ઘરે બેઠા ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનો રોમાંચ માણ્યો હતો.
