Maharashtra

મિલિંદ સોમણ પત્ની સાથે ગુજરાતની મુલાકાતે

મુંબઈ
મિલિંદ સોમણે દેવભૂમિ દ્વારકામાં આવેલા શિવરાજપુર દરિયાકિનારે પેરાગ્લાઈડિંગની મજા લીધી હતી. તેણે તેનો વીડિયો શેર કર્યો છે, જેમાં શિવરાજપુરનો દરિયો સુંદર લાગી રહ્યો છે. આ સાથે તેણે લખ્યું છે ‘શિવરાજપુર દરિયાકિનારેથી ૨ હજાર ફૂટ ઉપર…આ એક અલગ દુનિયા છે. પહેલીવાર પેરાગ્લાઈડિંગ કર્યું, ખૂબ મજા આવી’. માધવપુરના દરિયાકિનારે મિલિંદ સોમણે છકડો પણ ચલાવ્યો હતો અને અંકિતાને પાછળ બેસાડી હતી. આ સાથે તેણે પહેલીવાર છકડો ચલાવ્યો હોવાનુ પણ જણાવ્યું હતું.છેલ્લા કેટલાક દિવસથી બોલિવુડ એકટર મિલિંદ સોમણ પત્ની અંકિતા કુંવર સાથે ગુજરાતના પ્રવાસે છે. અપડેટ્‌સ અને તસવીરોની સાથે કપલ ફેન્સને પણ ગુજરાતના દર્શન કરાવી રહ્યું છે. ગુજરાતમા પ્રવાસ કરીને મિલિંદ અને અંકિતા જાણે તેના રંગમાં રંગાઈ ગયા હોવાનું લાગી રહ્યું છે. ગુજરાતના માધપુરના દરિયાકિનારે મિલિંદ સોમણે અંકિતા કુંવર સાથે ટ્રેડિશનલ આઉટફિટમાં પોઝ આપતી તસવીરો શેર કરી છે. જેમાં મિલિંદે સફેડ કેડિયુ, પાયજામો અને પાદ્યડી પહેરી છે, જયારે અંકિતા ચણિયા ચોળી તેમજ પરંપરાગત જવેલરીમાં સુંદર લાગી રહી છે. અંકિતા કુંવરે પણ ત્યાંની સ્થાનિક મહિલા સાથેની તસવીર શેર કરી છે. આ સાથે તેણે લખ્યું છે ‘અને તે પરંપરાગત કપડા પહેરવાનો સમય હતો. તૈયાર થઈ અને દરિયાકિનારે ભારે પવન તેમજ વરસાદનો અનુભવ કર્યો. પ્રામાણિકતાથી કહુ તો મારા માટે ફરવું પણ મુશ્કેલ હતું. જે મહિલાઓ નિયમિત આ કપડા પહેરે છે તેનાથી હું પ્રભાવિત થઈ ગઈ. તસવીરમાં મારી સાથે જાેવા મળેલી મહિલાએ મને આ આઉટફિટ વીંટવામાં મદદ કરી હતી. અમે અલગ-અલગ ભાષામાં વાત કરતા હોવા છતાં સારો સંવાદ થયો હતો’.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *