કપાસનો વાયદો 20 કિલોદીઠ રૂ.41 અને રૂનો વાયદો ગાંસડીદીઠ રૂ.2,990 ગબડ્યોઃ ક્રૂડ તેલમાં
પણ નરમાઈનો માહોલઃ મેન્થા તેલના વાયદામાં સુધારોઃ મહિના દરમિયાન કોમોડિટી
વાયદાઓમાં રૂ.4,75,713 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.9,50,159 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ
વાયદામાં રૂ.1,616 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 1થી 30 ડિસેમ્બરના મહિના દરમિયાન 1,82,83,308 સોદાઓમાં કુલ રૂ.14,27,487.52 કરોડનું
ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.4,75,712.89 કરોડનો અને ઓપ્શન્સનો
હિસ્સો રૂ.9,50,158.77 કરોડનો હતો.
સમીક્ષા હેઠળના મહિના દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 45,15,170
સોદાઓમાં કુલ રૂ.2,30,032.65 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી
વાયદો 10 ગ્રામદીઠ મહિનાના પ્રારંભે રૂ.53,040ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.55,365
અને નીચામાં રૂ.53,040ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.2,086 વધી રૂ.55,017ના ભાવે પહોંચ્યો હતો. આ
સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,396 વધી રૂ.43,820 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1
ગ્રામદીઠ રૂ.261 વધી રૂ.5,484ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.52,860ના
ભાવે ખૂલી, રૂ.2,107 વધી રૂ.54,779ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ મહિનાના પ્રારંભે રૂ.64,380ના ભાવે ખૂલી, મહિના દરમિયાન
ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.70,335 અને નીચામાં રૂ.64,311ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.5952 વધી રૂ.69,413ના
સ્તરેના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.5800 વધી રૂ.69,362 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી
કોન્ટ્રેક્ટ રૂ.5,764 વધી રૂ.69,352ના સ્તરે બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં મહિના દરમિયાન એમસીએક્સ ખાતે 4,52,841 સોદાઓમાં રૂ.72,813.80
કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.4.65 વધી રૂ.216.05 અને જસત
ડિસેમ્બર વાયદો રૂ.2.30 ઘટી રૂ.268ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.37.95 વધી
રૂ.722.75 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.7 વધી રૂ.192ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર મહિના દરમિયાન 24,44,062 સોદાઓમાં કુલ રૂ.1,71,744.49
કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો મહિનાના પ્રારંભે રૂ.6,579ના ભાવે ખૂલી, મહિના દરમિયાન
ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,793 અને નીચામાં રૂ.5,901ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે 1 બેરલદીઠ રૂ.41 ઘટી
રૂ.6,555 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.183.60 ઘટી રૂ.377.80ના
સ્તરે બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં મહિના દરમિયાન એમસીએક્સ ખાતે 14,184 સોદાઓમાં રૂ.1,121.95 કરોડનાં
કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,649ના સ્તરે બંધ થયો હતો. કોટન ડિસેમ્બર વાયદો
1 ગાંસડીદીઠ રૂ.31,860ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.32,570 અને નીચામાં
રૂ.26,210ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.2,990 ઘટી રૂ.28,620ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના
વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.54.70 વધી રૂ.1007.10 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ મહિના દરમિયાન એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં
રૂ.75,863.89 કરોડનાં 1,39,605.168 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.1,54,168.76 કરોડનાં
22,707.769 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.67,148.08 કરોડનાં
10,61,17,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,04,596 કરોડનાં 2,16,98,55,000 એમએમબીટીયૂનો
ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.879.92 કરોડનાં 2,84,900 ગાંસડી, મેન્થા તેલના
વાયદાઓમાં રૂ.241.73 કરોડનાં 2,418.84 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ મહિનાના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 19,535.615 કિલો અને ચાંદીના
વિવિધ વાયદાઓમાં 957.967 ટન, ક્રૂડ તેલમાં 6,13,800 બેરલ અને નેચરલ ગેસમાં 3,84,67,500
એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 16,025 ગાંસડી, મેન્થા તેલમાં 482.76 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર મહિના દરમિયાન બુલડેક્સ વાયદામાં રૂ.1,615.86 કરોડનાં
21,302 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ જાન્યુઆરી વાયદો 14,692ના સ્તરે ખૂલી, 750 પોઈન્ટ વધી
15,404ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.9,50,158.77 કરોડનું
નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.28,987.24 કરોડ, ચાંદી
તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.7,255.79 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના
ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.6,95,463 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ
ઓપ્શન્સમાં રૂ.2,18,364.99 કરોડનાં કામકાજ થયાં હતાં.
