Gujarat

પાલનપુર પોસ્ટ ઓફિસ ખાતે આગામી તા. ૨૩ મી જાન્યુઆરી-૨૦૨૩ના રોજ પેન્શન અદાલતનું આયોજન કરાયું           

પેન્શનને લગતા પ્રશ્નોનાં નિરાકરણ માટે અધિક્ષક ડાકઘર, બનાસકાંઠા ડીવીઝન, પાલનપુરની કચેરી ખાતે તા.૨૩ મી જાન્યુઆરીના રોજ ૧૨:૦૦ કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ અદાલતમાં નીતિવિષયક મુદ્દા સિવાયની, ફક્ત બનાસકાંઠા ડીવીઝન પાલનપુરની ઓફિસને લગતી પોસ્ટલ પેન્શનના અન્ય મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળીને નિકાલ કરવામાં આવશે. પેન્શનને લગતી અદાલતમાં રજૂ કરવાની ફરિયાદો અધિક્ષક ડાકઘર, બનાસકાંઠા ડીવીઝન, પાલનપુર ૩૮૫૦૦૧ ને મોડામાં મોડી તા.૧૮ મી જાન્યુઆરી-૨૦૨૩ સમય ૧૭:૦૦ કલાક સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે.
         નિર્ધારિત સમયમર્યાદા બાદ મળેલ ફરિયાદોને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિવિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહીં. તદુપરાંત ફરિયાદની અરજીમાં એક કરતાં વધારે મુદ્દા કે વિષયનો સમાવેશ હોવો જોઈએ નહીં તેમ અધિક્ષકશ્રી, ડાકઘર, બનાસકાંઠા ડીવીઝન, પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *