Gujarat

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાલનપુર વિભાગમાં એપ્રેન્ટીસોની ભરતીનું આયોજન કરાયું

ડ્રાફ્ટમેન સિવીલ, રેફજરેટર એન્ડ કન્ડીશન મિકેનીક, વાયરમેન, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, પ્લમ્બર માટે અરજીઓ મંગાવાઈ
           ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાલનપુર વિભાગમાં એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમોનુસાર આઇ.ટી.આઇ.માં ડ્રાફટમેન સિવીલ, રેફજરેટર એન્ડ કન્ડીશન મિકેનીક, વાયરમેન, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, પ્લમ્બર ટ્રેડમાં પાસ એપ્રેન્ટીસોની ભરતીનું આયોજન કરાયું છે.
         ઉપરોક્ત ટ્રેડ માટે ૧૮ થી ૩૩ વર્ષના હોય તેવા ઉમેદવારોએ www.apprenticeshipindia.gov.in વેબસાઇટ પર તમામ વિગતો અપલોડ કરી,  રજીસ્ટ્રેશન કરી,  આધાર કાર્ડ લિંકઅપ કરી ફરજીયાત તેની હાર્ડ કોપી મેળવી એસ.ટી વિભાગીય કચેરી, જી.ડી મોદી કોલેજની સામે, એરોમા સર્કલ, પાલનપુર ખાતે વહિવટી શાખા ખાતે રૂબરૂમાં તા.૦૫-૦૧-૨૦૨૩ થી ૦૭-૦૧-૨૦૨૩ સુધીમાં ઓફિસના કામકાજના દિવસો દરમ્યાન સવારે ૧૧:૦૦ થી ૧૪:૦૦ કલાક સુધીમાં અરજી પત્રકો મેળવી લઇ ૧૦ પાસ, આઇ.ટી.આઇ પાસ, એલ.સી., આધાર કાર્ડ, જાતિનો દાખલો, ચાલ-ચલગત અંગેના બે પ્રતિષ્ઠિત વ્યકતિઓના પ્રમાણપત્રો (અસલ) સહિત અરજી પત્રક જમા કરાવવાના રહેશે. આ તારીખ પછી રૂબરૂમાં કે ટપાલ દ્વારા કે અન્ય કોઈપણ માધ્યમથી મળેલ અરજી પત્રક માન્ય રહેશે નહીં.
          વધુમાં જણાવવાનું કે એપ્રેન્ટીસની ભરતીની પસંદગી ઉમેદવારોની આઇ.ટી.આઇ ટ્રેડ માં મેળવેલ ટકાવારીના આધારે યોજાનાર હોઇ  ઉમેદવારોએ આગાઉ જે તે ટ્રેડમાં કોઇ પણ જગ્યાના એપ્રેન્ટીસશીપ (તાલીમ) મેળવેલ કરેલ હોઇ અથવા કોઇપણ એકમ ખાતે જગ્યાએ હાલમાં તાલીમમાં હોઇ (તાલીમ) માટે ઓર્ડર લીધેલ હોઇ તેવા ઉમેદવારોએ અરજી કરવી નહીં તેમ વિભાગીય નિયામકશ્રી એસ.ટી. પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *