Delhi

વિશ્વની સૌથી ખતરનાક સિયાચીન પોસ્ટ પર પહેલીવાર મહિલા કેપ્ટન શિવા ચૌહાણની નિયુક્તિ

નવીદિલ્હી
ભારતીય સેનામાં ધીરેધીરે મહિલાઓની નિયુક્તિ થઇ રહી છે. અને, દેશની રક્ષાકાજે હવે મહિલાઓ પણ અગ્રેસર બની રહી છે. ત્યારે વિશ્વની સૌથી ખતરનાક અને વિશ્વના સૌથી ઉંચા યુદ્ધક્ષેત્ર પર એક મહિલા કેપ્ટનની નિયુક્તિ કરવામાં આવી છે. આ સમાચારે દેશની મહિલાઓની સિદ્ધિને વર્ણવે છે. ભારતની સુરક્ષામાં તહેનાત શિવા રાજસ્થાનના ઉદયપુરની રહેવાસી છે. ત્યાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ૧૧ વર્ષની ઉંમરમાં તેમના પિતાનું નિધન થયું હતું. તેમની માતાએ વાંચતા-લખતા શિખવાડ્યું છે. શિવાએ ચેન્નઈમાં ઓફિસર ટ્રેનિંગ એકેડમીની ટ્રેનિંગ લીધી છે. ૨૦૨૨માં કેપ્ટન શિવાએ કારગિલ વિજય દિવસ પર ૫૦૮ કિમી સુરા સોઈ સાઈકલ અભિયાનનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું છે. ત્યારબાદ કેપ્ટન શિવે સુરા સોઇ એન્જિનિયર રેજિમેન્ટની પુરુષોની ટીમને વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્રમાં લઈ જવામાં આવી. આ પછી જ કેપ્ટન શિવાની સિયાચીન બેટલ સ્કૂલમાં ટ્રેનિંગ માટે પસંદગી કરવામાં આવી હતી. ભારતીય સેનાએ મહિલા કેપ્ટન શિવા ચૌહાણને સીયાચીન યુદ્ધ મેદાન પર નિયુક્તિ કરી છે. શિવા ચૌહાણ ૧૫,૬૦૦ ફૂટની ઊંચાઈ પર સ્થિત સૌથી ખતરનાક કુમાર પોસ્ટ પર ફરજ પર તૈનાત રહેશે. આવું પ્રથમવાર બન્યું છેકે ભારતીય સેનાએ વિશ્વની સૌથી ખતરનાક ચેક પોસ્ટ પર કોઈ મહિલાને ફરજ પર રાખ્યા છે. આ કુમાર પોસ્ટ ઉત્તર ગ્લેશિયર બટાલિયનનું મુખ્ય મથક કહેવાય છે. ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહે આ બદલ મહિલા કેપ્ટન શિવા ચૌહાણને શુભકામના પાઠવી છે. આ સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્‌વીટ કરીને જણાવ્યું છેકે – ખુબ જ શાનદાર, મને આ જાેઈને ઘણી ખુશી થઈ રહી છે કે, વધુ ને વધુ મહિલાઓ સશસ્ત્ર દળોમાં સામેલ થઈ રહી છે, અને દરેક પડકારનો સામનો કરી રહી છે. મહિલા કેપ્ટન શિવા ચૌહાણને મારી શુભેચ્છા. ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સને સત્તાવાર રીતે ૧૪મી કોર્પ્સ છે. એનું મુખ્ય મથક લદ્દાખના લેહમાં સ્થિત છે. તેઓ ચીન-પાકિસ્તાન સરહદો પર તહેનાત છે. ઉપરાંત તેઓ સિયાચીન ગ્લેશિયરનું રક્ષણ કરે છે.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *