લખનૌ
રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જાેડો યાત્રાનો બીજાે તબક્કા શરૂ થઇ ગયો છે.નવ દિવસના બ્રેક બાદ હવે બીજા તબક્કામાં આ યાત્રા દિલ્હીથી કાશ્મીર સુધી જશે.ગઇકાલે સવારે ૧૧ વાગે દિલ્હીના કાશ્મીરી ગેટથી યાત્રા શરૂ થઇ હતી અને લોની ગાઝિયાબાદના રસ્તે યુપીમાં પ્રવેશ કરી છે. યુપીમાં રાહુલની યાત્રા બે દિવસ સુધી રહેશે.આ દરમિયાન ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે કહ્યું કે યુપીની સામાન્ય જનતાએ તેમને પુરી રીતે નકારી દીધા છે.યુપીમાં ધુસવાની તેમની હિંમ્મત થઇ નથી આ યાત્રાએ રાજયમાં ઘુટણે પડી ગઇ છે.તે રાજયની સીમાથી નિકળી બહાર જઇ રહી છે.આ સાંકેતિક યાત્રા છે આ ભારત જાેડો નહીં પરિવાર જોડો યાત્રા છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે આ લોકો પરસ્પર નુરા કુશ્તીનો ખેલ ખેલી રહ્યાં છે.આ જનતાને ગુમરાહ કરે છે.યુપીની જનતા ભુલક્કડ નથી બધાને યાદ છે કે કેવી રીતે સપાના ગુંડાઓએ કંઇ રીતે અપરાધી પ્રવૃતિઓ કરી હતી. યુપીમાં યાત્રા દાખલ થવા પર કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધી અને યાત્રામાં સામેલ અન્ય લોકોનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત યુપીના બે મોટા વિરોધ પક્ષોના નેતાઓએ રાહુલને ટ્વીટ કરી યાત્રા માટે શુભકામના આપી બસપા સુપ્રીમો માયાવતી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવે ભારત જાેડો યાત્રામાં આમંત્રણ માટે આભાર માન્યો અને યાત્રાની સફળતા માટે કામના કરી. કોંગ્રેસે અખિલેશ યાદવ,માયાવતી જયંત ચૌધરી સહિત જે વિરોધ પક્ષોના નેતાઓને યાત્રામાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું તેમાં સુભાસપા અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભર પણ સામેલ છે.
