રાજકોટ જિલ્લા ખેડૂતે મશરૂમની ખેતી કરી આર્થિક રીતે સદ્ધર થયા છે ખેડૂત બારે માસ મશરૂમની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે.
ધોરાજી તાલુકાના મોટી પરબડી ગામના ખેડુતે તેમની ખેતી કામની સાથે સાથે નાની જમીનમાં શેડ બનાવીને મશરૂમની ખેતી કરીને સારી એવી આવક મેળવી રહ્યા છે, સાથે ગામની અન્ય વ્યક્તિઓને આ વ્યવસાય થકી રોજગારી પુરી પાડી તેઓ સંતોષની લાગણી પણ અનુભવી રહ્યા છે.
ધોરાજીના મોટી પરબડી ગામમાં રહેતા ખેડૂત મહેશભાઈ બાવિસા મશરૂમની ખેતી કરીને લાખોનો નફો કમાઈ રહ્યા છે. અગાઉ તેઓ પરંપરાગત ખેતી દ્વારા જ તેમના ખેતીકામને આગળ ધપાવતા હતા.
પરતું તમેને અક્લેશ્વરમાં રહેતા રમેશભાઇ પાસેથી માહિતી મેળવી ત્યાર બાદ આ ખેતીની જિજ્ઞાસા જાગતા પ્રથમ તેમની આવેલી જમીનમાં 5000 ફૂટ એટલેકે અડધા વીઘા જેટલી જમીનમાં શેડ બનાવી પ્રથમ 12,00000 લાખનો ખર્ચ કરી ખેતીની શરુઆત કરી હતી
ખેડૂતના જણાવ્યા અનુસાર મશરૂમ ની ખેતી એક એવી ખેતી છે કે જેને પ્લાસ્ટિક ની થેલી માં ઘાસ ની અંદર બિયારણ મુકવામાં આવે છે અને આ મશરૂમ ના બિયારણ ને ઠંડી જગ્યામાં રાખવામાં આવે છે અને સવાર સાંજે ફુવારાથી પાણી છાંટવામા આવે છે તેમજ આ એક યુનિટ પાછળ મહિનાનો 70000 થી 80000 ખર્ચો થતો હોય છે મશરૂમ નો પાક બે મહિના પછી તૈયાર થાય છે આ તૈયાર થતાં વેપારી સાથે કોલોબ્રેશન મુજબ તૈયાર માલ મોકલવામાં આવે છે જેમાં લીલી મશરૂમ પ્રતિ કિલો 100 રૂપિયા અને સૂકી મશરૂમ 600 રૂપિયાના ભાવે વેચાણ થાય છે.
ખેતીમાં નવીન ક્રાંતિ લાવવા અને મજૂરી થી બચવા માટે ફક્ત બે મહિનામાં તૈયાર થતી મશરૂમ ની ખેતી કરી અનેક ખેડૂતો ને અગાવું ઉદાહરણ પુરું પાડી ત્રણ ગણો નફો રળી રહ્યા છે ખેડૂતે મશરૂમની ખેતી કરી ખેતીના ખર્ચા કરતા ત્રણ ગણા રકમની આવક મેળવી નવીન ખેતી તરફ પ્રયાસ કર્યો છે ત્યારે આ ખેતી દ્વારા સમાજ તેમજ ખેડૂતોને અગાવું ઉદાહરણ પુરું પાડ્યું છે.
બાઈટ – મહેશભાઈ બાવીસા પ્રગતિશીલ ખેડૂત
હરેશ ભાલીયા જેતપુર
