Delhi

જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચુંટણીઓ એપ્રિલ કે સપ્ટેમ્બરમાં યોજાય તેવી સંભાવના

નવીદિલ્હી
૨૦૧૯માં જમ્મુ કાશ્મીરને વિશેષ દરજજો આપનાર કલમ ૩૭૦ને રદ કર્યા બાદ અને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યા બાદ જમ્મુ કાશ્મીરમાં પહેલી વિધાનસભા ચુંટણીની તૈયારી થઇ રહી છે.ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષિત અને યોગ્ય ચુંટણી સુનિશ્ચિત કરવા માટે જમ્મુ કાશ્મીરમાં જમીની સ્થિતિ જાણવા માટે અનેક સ્થાનિક નેતાઓ અને પ્રશાસનિક અધિકારીઓની સાથે અનેક બેઠકોની અધ્યક્ષતા કરી છે.એ યાદ રહે કે શાહે પ્રશાસનિક વિંગની સાથે અનેક તબક્કાની બેઠકો કરી છે અને તેની બાબતમાં ફીડબેંક માંગ્યું છે કે ચુંટણી કેટલી તાકિદે થઇ શકે છે. સુત્રોના જણાવ્યા અનુસાર ગૃહમંત્રીએ જમીની રિપોર્ટની પણ સમીક્ષા કરી છે.ચુંટણી વર્ષના પહેલા છ મહીનામાં એપ્રિલની આસપાસ અથવા તો બીજા છ મહીના સપ્ટેમ્બરની આસપાસ થઇ શકે છે શાહે ગત વર્ષ ૨૮ ડિસેમ્બરે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિ અને વિકાસના મુદ્દાની પણ સમીક્ષા કરી હતી. ભાજપના એક વરિષ્ઠ વરિષ્ઠ નેતાએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં ચુંટણી સપ્ટેમ્બર અને ઓકટોબરની વચ્ચે થઇ શકે છે કારણ કે આ દરમિયાન હવામાન મતદારોને મતદાન કેન્દ્રો સુધી પહોંચતા રોકી શકશે નહીં એક અન્ય નેતાએ કહ્યું કે એપ્રિલના મહીનામા ંપણ ચુંટણા કરાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે સુત્રોના જણાવ્યા અનુસાર ગૃહ મંત્રાલયે તેના પર રિપોર્ટ માંગ્યો છે કે શું જમીની સ્થિતિ ચુંટણી અનુકૂળ છે. પૂર્વ નિર્ધારિત બેઠકમાં ગૃહમંત્રીએ કેન્દ્ર શાસિત પ્રદેશમાં વર્તમાન સુરક્ષા સ્થિતિ અને ક્ષેત્રમાં શાંતિ બનાવી રાખવા માટે પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓનો સામનો કરવા માટે ઉઠાવવામાં આવેલા પગલાની સમીક્ષા કરી.બેઠકમાં જમ્મુ કાશ્મીરના ઉપરાજયપાલ મનોજ સિન્હા,પ્રશાસન અર્ધસૈનિક દળો અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. ૨૦૧૮માં ભાજપ દ્વારા મહેબુબા મુફતીના નેતૃત્વવાળી ગઠબંધન સરકારથી સમર્થન પાછું લીધા બાદ જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચુંટણી થઇ નથી

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *