વોશિંગ્ટન
દર વર્ષે મોટી સંખ્યામાં વિદેશ જનારા ભારતીય નાગરિકોને હવે પોતાના ખિસ્સામાં વધારે બોઝ આવશે. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેનની સરકારે ૐ૧-મ્ વીઝા માટે ફી વધારવાનો પ્રસ્તાવ લઈને આવ્યા છે. આ પ્રસ્તાવમાં સૌથી વધારે ભારતીય પ્રોફેશનલ્સ પર પ્રભાવ પડશે, તેવી શંકા વ્યક્ત કરાઈ છે. કારણ કે, હવે તેમને વિદેશ જવા માટે વધારે પૈસા ખર્ચવા પડશે.યૂએસ સિટિજનશિંપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસેઝે બુધવારે પ્રસ્તાવ આપ્યો છે કે, એચ-૧બી વીઝા માટે અરજી ફી ૪૬૦ અમેરિકી ડોલરથી વધારીને હવે ૭૮૦ અમેરિકી ડોલર કરવામાં આવી છે. આ ઉપરાંત બાઈડેન પ્રશાસને એલ-૧ કેટેગરી વીઝા માટે ફી ૪૬૦ અમેરિકી ડોલરથી વધારીને ૧૩૮૫ અમેરિકી ડોલર કરવાની તૈયારીમાં છે તો વળી ર્ં-૧ વીઝા માટે અરજી ફી ૪૬૦ અમેરિકી ડોલરથી વધારીને ૧૦૫૫ અમેરિકી ડોલર કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. શું હોય છે કે, ૐ૧-મ્ વીઝા?.. તે.. જાણો.. ૐ૧-મ્ વીઝા એક બિન અપ્રવાસી વીઝા છે. આ વીઝા દ્વારા અમેરિકી કંપનીઓ વિદેશી કર્મચારીઓને યૂએસ બોલાવે છે. આ વીઝા દ્વારા અમેરિકી ટેક કંપનીઓ મોટા ભાગે ભારતીય અને ચાઈનીઝ ટેક પ્રોફેશનલ્સને હાયર કરે છે અને આ વીઝા દ્વારા તેમને પોતાના દેશમાં બોલાવે છે.
