Uttar Pradesh

નરાધમ શિક્ષકે વિદ્યાર્થિનીને લખ્યો પ્રેમપત્ર, વિદ્યાર્થિની પરિવારે માફી માગવા કહેતા ઝઘડો કર્યો

ઉત્તરપ્રદેશ
ઉત્તર પ્રદેશના કન્નૌજમાં એક પ્રાથમિક શાળાના શિક્ષકને સગીર વિદ્યાર્થીની સાથે પ્રેમ થઈ ગયો. પ્રેમમાં પાગલ ગુરુજીએ છોકરીને પ્રેમપત્ર પણ લખ્યો હતો. જ્યારે વિદ્યાર્થિનીએ આ વાત તેના પરિવારના સભ્યોને જણાવી તો ગુરુજી તેમની સાથે લડવા લાગ્યા. પીડિત વિદ્યાર્થિનીના પિતાએ કોતવાલીમાં ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે. આ મામલો કન્નૌજ સદર કોતવાલી વિસ્તારના એક ગામનો છે. પ્રાથમિક શાળાના શિક્ષકને અહીંની જુનિયર હાઈસ્કૂલમાં ધોરણ ૮ની એક વિદ્યાર્થિની પર મોહી ગયા. તે અભ્યાસના બહાને વિદ્યાર્થિનીની છેડતી પણ કરતો હતો. શાળાની રજા પહેલા શિક્ષકે પત્ર દ્વારા વિદ્યાર્થિનીને પોતાના દિલની વાત કહી હતી. આટલું જ નહીં તેણે વિદ્યાર્થિનીને મળવા બોલાવી હતી. શિક્ષકના આ કૃત્યથી વિદ્યાર્થિની ડરી ગઈ અને તેના પરિવારજનોને પત્ર આપતા તેણે સમગ્ર મામલો જણાવ્યો હતો. વિદ્યાર્થિનીના પિતાનું કહેવું છે કે જ્યારે અમે શિક્ષક પાસે પહોંચ્યા અને તેને આવું કૃત્ય કરવા બદલ માફી માંગવા કહ્યું ત્યારે તે ઝઘડો કરવા પર આવી ગયો અને તેમને ત્યાંથી ભગાડી દીધા. પીડિતાના પિતાએ ફરિયાદ સદર કોતવાલી પોલીસને આપી અને શિક્ષક વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. બાળકીના પિતાએ જણાવ્યું કે પહેલીવાર તેણે ટીચર સામે ફરિયાદ કરી છે. આ પહેલા કોઈ ફરિયાદ કરી નથી. વિદ્યાર્થિનીને લખેલા પ્રેમપત્રમાં શિક્ષકે લખ્યું હતું કે ‘હું તને ખૂબ પ્રેમ કરું છું. રજાઓ દરમિયાન તારી ખૂબ જ યાદ આવશે. હું તને ખૂબ મિસ કરીશ. ફોન મળે તો ફોન કરજે. તું શિક્ષક સાથે ફોન પર પણ વાત કરી શકે છે. રજાઓ પહેલા એકવાર મને મળવા આવજે અને જાે તને પ્રેમ હોય તો ચોક્કસ આવીશ. જાે હું તને ૮ વાગ્યે ફોન કરીશ તો તું શાળાએ વહેલા આવી શકે છે. જાે તું આવી શકે તો મને જણાવજે અને હું તારી સાથે ઘણી વાતો કરવા માંગું છું. તારી બાજુમાં બેસીને, એકબીજાને પોતાના બનાવીને, જીવનભર તારો બનવા માંગું છું. હું હંમેશા તને પ્રેમ કરીશ. વાંચ્યા પછી ફાડી નાખજે અને કોઈને બતાવીશ નહીં.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *