નવીદિલ્હી
ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી હાજી યાકુબ કુરેશીની મેરઠ ક્રાઈમ બ્રાન્ચે દિલ્લીથી ધરપકડ કરી છે. પૂર્વ મંત્રી તેના પુત્ર સાથે દિલ્લીના ચાંદની મહેલ વિસ્તારમાં આવેલા ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. મેરઠ ૈંય્એ નવ મહિનાથી ફરાર હાજી યાકુબ કુરેશી અને તેના પુત્ર પર ૫૦-૫૦ હજાર રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. મેરઠ પોલીસ સિવાય છ્હ્લ પણ તેની શોધવા માટે દરોડા પાડી રહી હતી. પોલીસે જણાવ્યું કે પૂર્વ મંત્રી યાકુબ કુરેશી અને તેના પુત્ર ઈમરાનની પાછળ પોલીસ મેન્યુઅલ અને ઈલેક્ટ્રોનિક સર્વેલન્સથી સતત નજર રાખી રહી હતી. તે દરમિયાન શનિવારે સવારે માહિતી મળી હતી કે તે બંને દિલ્હીના ગેસ્ટ હાઉસમાં છુપાયા છે. તેમનુ લોકેશન મળ્યા બાદ પોલીસે ગેસ્ટ હાઉસમાં દરોડા પાડી બંનેની ધરપકડ કરી હતી. પોલીસ જરૂરી પૂછપરછ કર્યા બાદ બંનેને કોર્ટમાં રજૂ કરશે. આ દરમિયાન પોલીસ બંનેના રિમાન્ડ મેળવવાનો પણ પ્રયત્ન કરશે. જાે કે મેરઠ પોલીસે યાકુબ કુરેશી અને તેના પુત્ર ઈમરાન કુરેશીની ધરપકડ કરવાનો દાવો કરી રહી છે, પરંતુ એવી ચર્ચા છે કે પોલીસે કોઈ મોટુ કામ કર્યું નથી. એ વાતની પણ ચર્ચા છે કે યાકુબ કુરેશીએ પોતે મેરઠ પોલીસ સાથે સેટિંગ કરીને પોતાની ધરપકડ કરાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે હાઈકોર્ટે જામીન અરજી ફગાવી દેવાયા બાદ યાકુબ કુરેશીએ પોતાની સુરક્ષા માટે આ કર્યું છે. મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર બન્યા બાદ પોલીસે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ગેરકાયદે માંસ પેકિંગના કેસમાં ખુલાસો કર્યો હતો. આ કેસમાં પોલીસે યાકુબ, તેની પત્ની સંજીદા બેગમ, પુત્ર ફિરોઝ અને ઈમરાનનું પણ નામ નોંધુ છે. આ કેસમાં યાકુબના મેનેજર મોહિત ત્યાગી સહિત અન્ય ૧૭ લોકોના પણ નામ છે. પોલીસે આ મામલે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. પરંતુ જ્યારે યાકુબ કોર્ટમાં હાજર ન થયો ત્યારે પોલીસે પહેલા ૨૫,૦૦૦ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું અને બાદમાં તેને વધારીને ૫૦,૦૦૦ રૂપિયા કરી દેવામાં આવ્યું. ગયા મહિને પોલીસે યાકુબ અને તેના પરિવારના સભ્યો સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. મહત્વનું છે કે, હાજી યાકુબ કુરેશી બે વખત ધારાસભ્ય રહી ચુક્યો છે. પહેલા યાકુબે વર્ષ ૨૦૦૨માં ખારખોડા વિધાનસભા સીટ પરથી ચૂંટણી જીતી હતી, જ્યારે બીજી વખત ૨૦૦૭માં તે મેરઠ શહેરથી ચૂંટાઈને વિધાનસભામાં પહોંચ્યો હતો. યાજી યાકુબ બીએસપી સરકારમાં મંત્રી પણ રહ્યો હતો. આ પછી હાજીએ લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ઘણી વખત પોતાનું નસીબ અજમાવ્યું હતું
