Gujarat

જામનગર ખાતે વિવિધ રાસ મંડળીઓએ ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ભવ્ય સ્વાગત

જામનગર
જામનગરમા સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખી ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવ્યા છે. જેમનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મણિયારો, ટીપ્પણી, તાળી રાસ, તેમજ પ્રાચીન ગરબા સહિતની સૌરાષ્ટ્રની ભાતીગળ લોક કલા દર્શાવતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી રાષ્ટ્રપતિનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ તકે પોલીસ જવાનોએ પણ પોલીસ બેન્ડની સુરાવલીઓ વચ્ચે રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપી તેઓનું અભિવાદન ઝીલ્યું હતું. આ પ્રસંગે જામનગર એરપોર્ટ ખાતે રાષ્ટ્રપતિને રાજ્યના સહકાર વિભાગના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી, રાજ્યના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશ, લેબર કમિશનર તથા જિલ્લાના પ્રભારી સચિવ અનુપમ આનંદ, જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ વગેરેએ આવકારી તેઓનું સ્વાગત અભિવાદન કર્યું હતું.

File-02-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *