Gujarat

રાણપુરમાં રીયલ સ્પીનટેક્સ કંપનીના માલીકે બ્લડ ડોનેશન કેમ્પ કરી જન્મ દિવસની ઉજવણી કરી…

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં મિલેટ્રી રોડ ઉપર આવેલ વિખ્યાત રીયલ સ્પીનટેક્સ કંપનીના માલીકે પોતાના જન્મદિવસની વિષેશ ઉજવણી કરી.રીયલ સ્પીનટેક્સ ના માલીક અને યુવા ઉદ્યોગપતિ કૌશરભાઈ કલ્યાણી એ પોતાના ૪૬ માં જન્મદિવસે પોતાની કંપનીમાં બ્લડ ડોનેશન કેમ્પ કર્યો હતો જેમાં ૨૭ બોટલ રક્તની એકત્ર થઈ હતી.બોટાદની શ્રીમતી સોનાલીબેન અપૂર્વભાઈ શાહ બલ્ડ બેન્ક દ્વારા ૨૭ બોટલ રક્તની એકત્ર કરી હતી.કૌશરભાઈ કલ્યાણી અવાર-નવાર સામાજીક કાર્યો અને સેવાકીય કાર્યો કરતા આવ્યા છે.ત્યારે પોતાના ૪૬ માં જન્મદિવસે બ્લડ ડોનેશન કેમ્પ કરી લોકો ઉપયોગી જન્મદિવસની ઉજવણી કરી હતી…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20230107-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *