Gujarat

ઊના લો કોલેજમાં સેમિનારમાં વિદ્યાર્થીને કાયદાકીય માહીતી અને માર્ગદર્શન અપાયું..

ઊના શહેરમાં એ.આર.ભટ્ટ લો કોલેજમાં વિદ્યાર્થી પ્રોત્સાહન અને માર્ગદર્શન સંદર્ભે એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં ગુજરાત બાર કાઉન્સિલનાના પ્રમુખ અનિરુદ્ધસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યાં હતા. કોલેજના આઇ.સી.પ્રિન્સિપાલ
જાનવી દ્વારા મહેમાનને સાલ ઓઢાડી અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પોતાના અનુભવ અને સંઘર્ષની વાતો સરળ શબ્દો દ્વારા કહેવામાં આવી હતી. અને વિદ્યાર્થીઓને
કાયદાકીય માહીતી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગમાં ઉના નગરપાલિકાના ઉપ પ્રમુખ એડવોકેટ ચંદ્રેશભાઇ
જોશી, ઉના બાર એસોશિયેશનના પ્રમુખ મોહનભાઇ બાંભણિયા તેમજ ભાવનગરના સિનિયર એડવોકેટ સંદીપ પી વોરા, એડવોકેટ
અમીષ એન પંડયા, એડવોકેટ પ્રણવ પી ભટ્ટ, એડવોકેટ નિલેશભાઈ ડાભી, હિતેશ ચૌહાણ સહીતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
હતા. કાર્યક્રમની આભાર વિધિ સિદ્ધાર્થભાઇ ઓઝાએ કરી હતી. આકર્યક્રમને સફળ બનાવવા કોલેજ મેનેજમેન્ટ તેમજ સ્ટાફ દ્વારા
ભારે જહેમત ઉઠાવી હતી.

-કોલેજમાં-સેમિનારમાં-વિદ્યાર્થી-પ્રોત્સાહન-અને-માર્ગદર્શન-અપાયું-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *