આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નાયબ બાગાયત નિયામકશ્રી, જુનાગઢ તેમજ સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર મેંગો-તાલાલા દ્વારા ભેંસાણ તાલુકાના ચુડા ગામ તેમજ માંગરોળ તાલુકાના ગોરેજ ગામ ખાતે તા. ૦૬-૦૧-૨૦૨૩ ના રોજ બાગાયતી ખેતી કરતા ખેડુતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ તથા બાગાયતી પ્રાકૃતીક ખેતી તેમજ બાગાયતી પાકોની વૈજ્ઞાનીક ખેતી પધ્ધતી તથા તેનુ મુલ્યવર્ધન અંગે ખેડુત તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં આ તાલીમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોને બાગાયતી તેમજ પ્રકૃતીક ખેતી અંગેનુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
