Gujarat

શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નો  સમાપન સમારોહ યોજાયો.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નો આજે સાતમા દિવસે સમાપન સમારોહ યોજવામાં આવ્યો
કઠલાલના ઉમા ભવન ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા તારીખ ૪-૧/૨૦૨૩ થી તારીખ ૧૦-૧-૨૦૨૩ સુધી ભાગવત સપ્તાહ નોજ્ઞાન યજ્ઞ યોજવામાં આવ્યો આ પ્રસંગે યુવા કથાકાર કુમારી શ્રી દિપાલી દીદી (રાજકોટવાળા)ના મુખારવિંદે સુંદર વ્યાસપીઠ શોભાવવામાં આવી તેમજ તેમની મધુર વાણીથી ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવ્યું. આ પાવન પ્રસંગ નો સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજે નાના બાળકોથી લઇ વૃદ્ધો સુધી ભરપૂર આનંદ માણ્યો વ્યાસપીઠ ઉપરથી દિપાલી દીદી દ્વારા કથાના પુનિત પ્રસંગો કપી નારાયણ પ્રાગટ્ય ,વામન પ્રાગટ્ય ,નંદ ઉત્સવ,રાસલીલા સુદામાચરિત્ર,નરસિંહ પ્રાગટ્ય ,રામ જન્મ ઉત્સવ ,ગોવર્ધન પૂજા,તેમજ સાથે સાચે સાચ રૂક્ષ્મણી વિવાહ નો અદભુત પ્રસંગો યોજવામાં આવ્યા કથાના સાત દિવસ દરમિયાન દરરોજ કથા વિરામ બાદ સૌ શોતા ગણને સમાજના દાતાઓ દ્વારા મહાપ્રસાદનો અનેરો આનંદ માણવામાં આવ્યો –માયાથી છોડાવી અને માધવ સુધી લઈ જનાર યાત્રા તેમજ પોતાના પિતૃઓનો મોક્ષ કરનારી આ શ્રીમદ ભાગવત ગીતા નું પારાયણ આચાર્યશ્રી હિતેશભાઈ મહારાજ તેમજ તેમના સુપુત્ર સૌરભભાઈ પંડિત દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું કથા ના અંતિમ દિવસે આ પાવન કાર્ય ની અંદર સહભાગી બનનાર સૌ સમાજના મોભિયો -યુવક મંડળ તેમજ નામી અનામી સૌ મિત્રોનો આભાર વ્યક્ત કરી તેમનું સાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું આ સપ્તાહ દરમિયાન રૂક્ષ્મણી વિવાહ નિમિત્તે દાંપત્ય જીવનના પથ પર પ્રસ્થાપિત યુગલ ને સમાજ દ્વારા ખુબ ખુબ આશીર્વાદ પાઠવવામાં આવ્યા આ પ્રસંગે સાથઅને સહકાર આપનાર સમાજના સૌ મિત્રોનો પ્રમુખ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો આમ સતત સાત દિવસ દરમિયાન સાથે રહી એક ચિત્તે ભગવાનનું નામ લઇ સાતમા દિવસે છુટા પડતા પધારેલા સૌ કોઈના હૃદયમાં અપાર લાગણી જોવા મળી હતી અને આંખોમાં અશ્રુ સાથે અને ભરેલા હૃદય દ્વારા છુટા પડતા વાતાવરણમાં ગંભીરતા છવાઈ ગઈ હતી આમ સાત દિવસના કથા અમૃત પીધા બાદ સૌ કોઈ સમાજના વ્યક્તિઓ ભારે હૃદય દ્વારા વ્યાસપીઠ ઉપર બિરાજમાન દીપાલી દીદી ને વિદાય આપવામાં આવી હતી.

IMG-20230110-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *