સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
“શબદ”ગૃપ દ્વારા શરૂ થયેલ અને નિયમિત રીતે મહિનાના બીજા અને ચોથા રવિવારે યોજાતા “અમરત પિયાલા’ પુસ્તક વાંચન અભિયાનની શૃંખલા-૯ શ્રી વાટલિયા પ્રજાપતિ બોર્ડીંગમાં પુસ્તક પ્રેમી મિત્રો અને ‘શબદ મિત્રો’ના સમન્વયથી યોજાય હતી. “આ કાર્યક્રમમાં અશોકભાઈ અગ્રાવત, પંકજભાઈ વ્યાસ, બળવંતભાઈ મહેતા ગીરીશભાઈ મિસ્ત્રી, અરજણભાઈ વિઝુડા, ગૌતમભાઈ વાઘ, જેસીંગભાઈ જીતીયા, મનસુખભાઈ કંટારીયા સમેત વાંચક વર્ગ ઉપસ્થિત રહીને પુસ્તક વાંચનનો લાભ લીધો હતો. આ કાર્યક્રમ નિયમિત યોજાતો રહેશે.તેમ મનસુખભાઈ વાળાની યાદીમાં જણાવાયું હતું.


