Uttarakhand

જાેશીમઠમાં ૨ લક્ઝરી હોટલ તોડી પડાશે, બુલડોઝર સાથે ટીમો ઘટનાસ્થળે પહોંચી

દેહરાદૂન
ઉત્તરાખંડના જાેશીમઠમાં જમીન ધસી રહી છે. સોમવારે કેન્દ્રની એક ટીમે અહીં પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ દરમિયાન આજે એક્સપર્ટ તરફથી હોટલ મલારી ઇન અને હોટલ માઉન્ટ વ્યૂને અસુરક્ષિત જાહેર કરાયા બાદ એને તોડી પાડવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. બુલડોઝર સાથે ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. એને તોડી પાડવાનું કામ સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ની દેખરેખ હેઠળ કરવામાં આવશે. બે હોટલ મલારી ઇન અને હોટલ માઉન્ટ વ્યૂ તોડી પાડવામાં આવશે.એસડીઆરએફના કમાન્ડન્ટ મણિકાંત મિશ્રાએ કહ્યું હતું કે આજે ટીમે હોટલ મલારી ઇનને તોડી પાડવાનો ર્નિણય કર્યો છે. પહેલા ઉપરનો ભાગ તોટી નાખવામાં આવશે. બંને હોટલ એકબીજાની ખૂબ નજીક આવી ગઈ છે. તેમની આસપાસ ઘરો છે, તેથી એને તોડી પાડવી જરૂરી છે. જાે હોટલ વધુ ધસી પડશે તો એ પડી જશે. એસડીઆરએફ તહેનાત કરવામાં આવી છે. લાઉડસ્પીકર દ્વારા લોકોને સલામત સ્થળે જવા માટે કહેવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે જાેશીમઠ કેસ પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. જાેશીમઠ મામલે કેસની સુનાવણી ૧૬ જાન્યુઆરીએ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દરેક કેસની સુનાવણી ઝડપથી થઈ શકતી નથી. આ બાબતો માટે લોકતાંત્રિક સંસ્થાઓ છે, જે કામ કરી રહી છે. હોટલ મલારી ઇનના માલિક ઠાકુર સિંહ રાણાનું કહેવું છે કે તેમને વહીવટીતંત્ર તરફથી કોઈ નોટિસ મળી નથી. હું લોકોના હિતમાં પોતાની હોટલ તોડી પાડવાના સરકારના ર્નિણયની સાથે છું, પરંતુ મને એ પહેલાં નોટિસ મળવી જાેઈતી હતી. હોટલનું મૂલ્યાંકન કરવું જાેઈએ. હોટેલ મલારી ઇનના માલિક ઠાકુર સિંહ રાણાએ જણાવ્યું કે તે ૨૦૧૧માં બનાવવામાં આવી હતી. આ દરમિયાન નકશો પણ પાસ કરવામાં આવ્યો હતો. હોટેલ માલિક દાવો કરે છે કે આજ સુધી ૨૦૧૧-૨૦૨૨ સુધી કોઈએ કહ્યું નથી કે આ જમીન આપત્તિગ્રસ્ત વિસ્તારમાં છે. માલિકના જણાવ્યા અનુસાર હોટલ જાેશીમઠ નગરપાલિકાની પરવાનગીથી બનાવવામાં આવી હતી. પરંતુ હવે નોટિસ આપ્યા વિના હોટલ તોડી પાડવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે સરકારે આ વિસ્તારને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવો જાેઈએ.

File-02-Page-02-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *