Uttar Pradesh

ઉત્તરપ્રદેશના મથુરામાં પત્નીએ પતિ અન્ય સાથે સબંધ બનાવા પ્રેશર કરતા પોલીસ ફરિયાદ કરતા પણ ન્યાય ન મળ્યો

ઉત્તરપ્રદેશ
ઉત્તરપ્રદેશની ધર્મનગરી મથુરાથી થી સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. પત્નીએ પતિ પર ગંભીર આરોપ લગાવ્યો છે. પત્નીનો આરોપ છે કે, પતિ સંબંધીઓે અને અન્ય લોકો સાથે સંબંધ બાંધવા માટે પ્રેશર કરે છે. પીડિત પત્નીનું કહેવું છે કે, પોલીસને ફરિયાદ કરવા છતાં પણ કોઈ મદદ નથી મળી. તેમનું કહેવું છે કે, એક વર્ષથી ચક્કર લગાવું છું, છતાં પણ ન્યાય નથી મળ્યો. સ્થાનિક પોલીસ દ્વારા પતિ પર કોઈ કાર્યવાહી નહીં કરવાનો આરોપ લગાવતી પીડિતા અધિકારીઓની ઓફિસોના ચક્કર લગાવી રહી છે. આ સનસનીખેજ કિસ્સો મથુરાના કોતવાલીની બેન્ક કોલોનીનો છે. જ્યાંની રહેવાસી નીલમ ચૌધરીએ પોતાના પતિ પર ગંભીર આરોપ લગાવ્યો છે. મહિલાના જણાવ્યા અનુસાર, તેનો પતિ અન્ય લોકો સાથે સેક્સ સંબંધ બાંધવા માટે મજબૂર કરી રહ્યો છે. જ્યારે તે આ વાતનો વિરોધ કરે છે, તો તે મારપીટ કરે છે. તેનાથી પરેશાન થઈને મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી અને પતિ સાથે છુટાછેડા લેવાની માગ કરી છે. મહિલાને પતિ સાથે છુટાછેડાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે, તેનો પતિ તેની છબી ખરાબ કરી રહ્યો છે અને તેના પર ખોટા આરોપ લગાવી રહ્યો છે. તો વળી મહિલાનું કહેવું છે કે, તેના પતિના સંબંધીઓ તેની સાથે મારપીટ કરે છે અને ગાળો પણ આપે છે. જ્યારે આ મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં મારપીટની ફરિયાદ લખાવા માટે ગઈ તો, પોલીસ અધિકારીઓએ તેની ફરિયાદ લેવાની જગ્યાએ સમજાવીને મોકલી દીધી. એટલા માટે તે એસએસપીથી ફરિયાદ કરવા આવી છે. હવે જાેવાનું એ છે કે, મહિલાને એસએસપી પાસેથી ન્યાય મળે છે કે, નહીં. કે પછી હજૂ પણ અધિકારીઓના ચક્કર કાપવા પડશે. પીડિતાએ જણાવ્યું છે કે, તેનો પતિ કોલેજેમાં લેક્ચરર છે અને તે જરાં પણ લાયક નથી. તેણે આરોપ લગાવ્યો છે કે, તેના પતિના કાકાનો દીકરો, જમાઈ અને અન્ય એક શખ્સ સાથે સેક્સ સંબંધ બાંધવાનું કહે છે. તેમણે મારો વોટ્‌સએપ નંબર સ્કેન કરીને રાખ્યો છે.

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *