Delhi

રાજામૌલની ફિલ્મ ‘ઇઇઇ’એ ઈતિહાસ રચ્યો, ઇઇઇના “નાટૂ નાટૂ”ને શ્રેષ્ઠ ગીતનો એવોર્ડ મળ્યો

નવીદિલ્હી
ભારતીય સિનેમા પ્રેમિયો માટે ગોલ્ડન ગ્લોબ (ય્ર્ઙ્મઙ્ઘીહ ય્ર્ઙ્મહ્વીજ ૨૦૨૩)ના મંચ પરથી મોટા ખુશખબર આવ્યા છે. ડાયરેક્ટર એસ.એસ. રાજામૌલીની ફિલ્મ આરઆરઆર (ઇઇઇ)ને ગોલ્ડન ગ્લોબ ૨૦૨૩માં ધમાલ મચાવી છે. કારણ કે, ફિલ્મના ગીત નાટૂ-નાટૂને બેસ્ટ ઓરિજનલ સોંગનો એવોર્ડ મળ્યો છે. બેસ્ટ ઓરિજનલ સોંગની કેટેગરીમાં ફિલ્મ આરઆરઆરના સોંગ નાટૂ નાટૂને ટેલર સ્વિફ્ટ અને રિહાનાને હરાવી દીધું છે. આપને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં જૂનિયર એનટીઆર અને રામચરણ લીડ રોલમાં છે. હકીકતમાં જાેઈએ તો, ફિલ્મ આરઆરઆરને બે શ્રેણી માટે નામાંકન મળ્યું હતું, જેમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મ બિન અંગ્રેજી અને સર્વેશ્રેષ્ઠ મૂળ ગીત-ચલચિત્ર સામેલ છે. અત્યાર સુધીની અપડેટ મુજબ જાેઈએ તો, ફિલ્મ આરઆરઆરને સર્વશ્રેષ્ઠ ગીત ચલચિત્ર કેટેગરીમાં બાજી મારી લીધી છે. અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, આરઆરઆર આ પુરસ્કારોમાં નામાંકન મેળવનારી બે દાયકાથી વધારે સમયમાં પહેલી ભારતીય ફિલ્મ છે. પહેલા વિદેશી ભાષા શ્રેણીમાં નામાંકન મેળવનારી ફિલ્મ સાલામ બોમ્બે (૧૯૮૮) અને મોનસૂન વેડિંગ (૨૦૦૧) છે. આ બંને ફિલ્મોનું નિર્દેશન મીરા નાયરે કર્યું છે. આ બંને ફિલ્મે આરઆરઆરથી દરેક રીતે અલગ છે. રાજામૌલી દ્વારા નિર્દેશિત આરઆરઆર રાષ્ટ્રવાદ અને ભાઈચારા પર આધારિત ફિલ્મ છે. તેમાં જાણીતા કલાકાર રામ ચરણ અને જૂનિયર એનટીઆર છે. તેમણે વાસ્તવિક જીવનના ભારતીય ક્રાંતિકારીઓને ક્રમશઃ અલ્લૂરી સીતારામ રાજૂ અને કોમારામ ભીમની ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મ સ્વતંત્રતાના પહેલાના સમયની કાલ્પનિક કહાની પર આધારિત છે. ફિલ્મના તેલુગુ ગીત નાટૂ નાટૂને સંગીત એમ એમ કીરાવાનીએ આપ્યું છે. જ્યારે તેના શબ્દો કાલા ભૈરવા અને રાહુલ સિપ્લીગુંજે લખ્યા છે.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *