આગામી સમયમાં આવનાર મકરસંક્રાંતીના તહેવાર દરમ્યાન કેટલાક ઇસમો પોતાના આર્થીક ફાયદા સારૂ પ્રતિબંધીત ચાઇનીજ દોરા, નાયલોન દોરા તથા લેનટન(ચાઇનીજ તુક્કલ)નું વેચાણ કરતા હોય પોલીસ મહાનિદેશકશ્રી અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી ગુજરાત રાજ્ય, ગાંધીનગર નાઓએ ગુજરાત રાજ્યમાં ચાઇનીજ દોરા, નાયલોન દોરા તથા લેનટર્ન(ચાઇનીજ તુક્કલ)નો ઉપયોગ ઉપર મુકવામાં આવેલ પ્રતિબંધ નું ચુસ્ત પણે અમલવારી કરાવવા વહીવટી તંત્રને સુચનો આપવામાં આવેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ગૌરાંગ મકવાણા સાહેબ તરફથી જાહેરનામુ પ્રસીધ્ધ કરવામાં આવેલ છે હે ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ પોલીસ મહાનિર્દેશક, ભાવનગર વિભાગ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં પ્રતિબંધીત ચાઇનીજ દોરા, નાયલોન દોરા તથા લેનટર્ન(ચાઇનીજ તુક્કલ)નું વેચાણ કરતા ઇસમોને પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં આગામી મકરસંક્રાંતીના તહેવાર અન્વયે ચાઇનીજ દોરા, નાયલોન દોરા તથા લેનટર્ન(ચાઇનીજ તુક્કલ)નું વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસને માર્ગદર્શન આપવામાં આવેલ.
જે અનુસંધાને અમરેલી ડીવીજનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન હેઠળ લાઠી પો.સ્ટે.ના પો,સબ,ઇન્સ. શ્રી
પી.એ.જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે લાઠી પોલીસ સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન દેરડી ગામે બસ સ્ટેન્ડ સામે સીતારામ નગરમાં
રહેતા એક ઇસમને પ્રતિબંધીત ચાઇનીજ માજા/પ્લાસ્ટીક બનાવટની દોરીઓનુ વેચાણ કરતા પકડી પાડી તેમના વિરૂધ્ધ લાઠી પો.સ્ટે.માં
ધોરણસરની કાર્યાવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીની વિગત
(૧) જયંતીભાઇ કરમશીભાઇ માલાણી ઉ.વ.૪૭ ધંધો.વેપાર રહે.જાનબાઇ દેરડી તા.લાઠી જી.અમરેલી
પકડાયેલ મુદ્દામાલની વિગત
(૧) મોનો સ્કાય કંપનીની ફીરકી/રીલ નંગ-૮૩ કિ.રૂ.૧૬,૬૦૦/- નો મુદ્દામાલ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબની સુચના તેમન નાયબ પોલીસ અધિક્ષક સા જે.પી.ભંડારી અમરેલી વિભાગ, અમરેલીના માર્ગદર્શન હેઠળ લાઠી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ શ્રી પી.એ.જાડેજાના માર્ગદર્શન અને સુચના આધારે લાઠી પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ જે.બી.કંડોળીયા તથા હેડ કોન્સ મનીષકુમાર જાની તથા હેડ કોન્સ. ભાવિકભાઇ ખેર તથા પો.કોન્સ. રમેશભાઇ કોતર તથા વિશ્વજીતસિંહ ગોહિલ તથા શૈલેષભાઇ કામળીયા નાઓ દ્વારા કરવામા આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


