Gujarat

સાવરકુંડલા તાલુકાના થોરડી મુકામે આવેલ શ્રી નિવાસી અંધવિદ્યાલય થોરડીના દિવ્યાંગ વિધાર્થીઓનો દાતાશ્રીઓના સહયોગથી શૈક્ષણિક પ્રવાસ યોજાયો”

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
 સાવરકુંડલા તાલુકાના થોરડી મુકામે આવેલ શ્રી નિવાસી અંધવિદ્યાલય થોરડીના દિવ્યાંગ વિદ્યાર્થીઓનો દાતાશ્રીઓના સહયોગથી શૈક્ષણિક પ્રવાસ યોજાયો.
રાજુલાના ડોક્ટરશ્રીઓ દ્વારા તથા દાતાશ્રીઓ દ્વારા નિવાસી અંધ વિધાલયનાં પ્રજ્ઞાચક્ષુ બાળકોને સૌરાષ્ટ્રમાં જુનાગઢ દ્વારિકા .બેટ દ્વારિકા .પોરબંદર અને સોમનાથનાં ધાર્મિક સ્થળો તેમજ આધ્યાત્મિક અને માનસિક વિકાસના અર્થે અને દ્રષ્ટિહીન ભાઈઓ બહેનો આવા પ્રવાસન શહેરોથી માહીતગાર થાય તે માટે  પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું
ગત તારીખ ૬ જાન્યુઆરી થી ૯ જાન્યુઆરી દરમિયાન શ્રી નિવાસી અંધ વિધાલય થોરડી તા. સાવરકુંડલા જી. અમરેલીનાં બાળકોને રાજુલાના તબીબી સેવામાં અવિરત એવા શ્રી ડૉ. વાઘમશી સાહેબ . ડો. ભુવા સાહેબ. ડો. વિજયભાઈ ગજેરા સાહેબ. ડો. ખુમાણ સાહેબ. ડો. મેહુલભાઈ પટેલ સાહેબ તેમજ સદવિચાર જનરલ હોસ્પિટલનાં સંચાલક શ્રી ધીરુભાઈ બલદાણીયા, ડો. રાજુભાઈ તથા રાજુલા શહેરમાં વસતાં હરહંમેશ  અંધ બાળકોનું ધ્યાન રાખતા દાતાશ્રીઓ જેવા કે શ્રી મહેશભાઈ લાડુમોર હ્યુન્ડાઈ શો રૂમ, શ્રી હકુભાઇ  બલદાણીયા કનૈયા ટ્રેડિંગ, શ્રી અબ્બાસી ભાઈ મેમૂન સેનેટરી, શ્રી લાલભાઈ  હિતેષ મોલ, શ્રી કિશનભાઈ બજરંગ સ્ટોર,શ્રી પ્રિતેશ ભાઈ પ્રવિણ ઇલેક્ટ્રિક સ્ટોર શ્રી ગિરીશભાઈ ક્રિષ્ના એમ્પોરિયમ તથા લાલભાઈ ઓમ ક્લિનિકલ લેબોરેટરી, શ્રી દિપકભાઈ સંઘવી, શ્રી જતીનભાઈ સોની રાવભાઈ એન્ડ સન્સ, બિપીનભાઈ મહેતા વસુંધરા કાપડ સ્ટોર, વગેરેનો સહયોગ મળ્યો હતો.આ માટે શ્રી લોક સેવક સંઘ – લોક વિદ્યા મંદિર, શ્રી નિવાસી અંધ વિધાલય થોરડીનાં સમગ્ર ટ્રસ્ટી તથા સ્ટાફ તેમજ બાળકો આપના આભારી છીએ.

IMG-20230111-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *