Gujarat

બોટાદ RTO અને જિલ્લા પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહ કાર્યક્રમનો પ્રારંભ કરાયો 

જિલ્લા કલેક્ટર બી.એ.શાહ,જીલ્લા પોલીસ વડા કે.એફ.બળોલીયા તેમજ RTO ના અધિકારીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા….
ટ્રાફિક નિયમોનું પાલન કરવું એ આપણા સૌની ફરજ છે : જિલ્લા કલેક્ટર
  આજરોજ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા આયોજિત માર્ગ સલામતી સપ્તાહ કાર્યક્રમનો બોટાદ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને તેમજ બોટાદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી અને જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના સહયોગથી યોજવામાં આવેલા આ કાર્યક્રમ અંતર્ગત આગામી તા.૧૭ જાન્યુઆરી સુધી નાગરિકોને ટ્રાફિકના નિયમોથી ઉજાગર કરવા વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે.જિલ્લા કલેક્ટર એ જણાવ્યું હતું કે, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું તે પ્રત્યેક નાગરિકની ફરજ છે. આ બાબતે જાગૃતિ કેળવાય એ અત્યંત આવશ્યક છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ગ સલામતિ સમાજના દરેક વર્ગને સ્પર્શતો વિષય છે. લોકોમાં માર્ગ સલામતી બાબતે જનજાગૃતિ આવે તે આવશ્યક છે. વાહન ચલાવતા નાગરિકો ટ્રાફિકનાં નિયમોનું પાલન કરતા થાય અને નિયમો અંગે ભાવિ પેઢીના નાગરિકોનાં માહિતગાર અને જાગૃત્ત થાય હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલિયાની વિશેષ ઉપસ્થિતી માં આયોજિત આ કાર્યક્રમમાં એસ.પી.ની કચેરી તેમજ એ.આર.ટી.ઓ.ની કચેરીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ પણ સહભાગી બન્યા હતા..
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ-રાણપુર

IMG-20230111-WA0091.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *