સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ તાત્કાલિક હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા આયોજિત ઘાયલ પક્ષી બચાવો અભિયાન અંતર્ગત માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન દ્વારા આયોજિત અભિયાન અંતર્ગત શહેરની કે.કે હાઈસ્કૂલ, જેવી મોદી હાઈસ્કૂલ, પ્રાથમિક શાળા નંબર પાંચ શાળા નંબર બે સમેત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ૪૦૦૦ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવેલ. જેમાં બાળકો ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવો, ખુલ્લી અગાસી પર પતંગ ન ઉડાડવી, જીવંત વાયરમાં દોરી ફસાય તો ન પકડવી, ઉતરાયણ વખતે બહાર જાતિ વખતે શરીર માથું ગળું આંખ સલામત રહે તેવા કપડાં હેલ્મેટ પહેરવા વગેરે માહિતી આ પત્રિકામાં દર્શાવી હતી. પતંગ કરતા જીવન મહત્વનું છે તેથી અગાશી પર કે વૃક્ષો પર પતંગો પકડવા ના દોડવું અને વૃક્ષો ઉપર પતંગની ગુંચ હોય તો વડીલોને કહીને તે દૂર કરાવવી જેથી પક્ષીઓને નુકસાન ના થાય સવારે નવ પહેલા અને સાંજે પાંચ પછી પતંગ ન ઉડાડવી કારણ કે આ સમય પક્ષીઓનો ઘરે પહોંચવાનો હોય છે વગેરે બાબતોની જાણકારી પણ આપવામાં આવેલ. આ સાથે બે વૃક્ષ વાવો, ઇજાગ્રસ્ત પંખી દેખાય તો સંપર્ક કરવો વગેરે પણ પત્રિકામાં દર્શાવેલ આ સંદર્ભે શ્રી બ્રાન્ચ શાળા નંબર બે કન્યાશાળા આચાર્ય શિક્ષકો અને એસએમસી ગણ ખૂબ જ રાજીપો અનુભવ્યો


