વડોદરા
રેલ મંત્રાલયની ઉચ્ધિકારી પ્રાપ્ત યાત્રી સેવા સમિતિ દ્વારા વડોદરા રેલવે સ્ટેશન હાલમાં ચાલી રહેલા સ્વચ્છતા પખવાડા દરમિયાન સદસ્યો અને અધિકારીઓએ તથા કર્મચારીઓ સહિત ઉપસ્થિત યાત્રીઓને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતાં. ચેરમેન રત્નએ સ્ટેશનની સ્વચ્છતા અને ડિસ્પ્લે બોર્ડ પર તથા ફુટ ઓવરબ્રિજની સીડી પર યાત્રી મિત્રવૃત માહિતી ઉપલબ્ધ કરાવવા માટે પ્રસન્નતા વ્યક્ત કરતાં રેલ પ્રશાસના વખાણ કર્યા હતાં. આ દરમિયાન તેમણે યાત્રીઓ સાથે વાતચીત પણ કરી હતી અને તેમની પાસેથી ઉપલબ્ધ યાત્રી સુવિધાઓ અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન યાત્રીઓએ રેલવે દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી સુવિધાઓથી સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે યાત્રી સહાયકો (કુલીઓ) તથા સ્વચ્છતા માટે આવેલ લિડ એનજીઓની છાત્રાઓની ટીમ સાથે પણ સ્વચ્છતા સંવાદ કર્યો હતો. તેમણે રેલવે અધિકારીઓને વિનંતી કરી હતી કે યાત્રી સુવિધાઓ પ્રત્યે વિશેષ ધ્યાન રાખવામાં આવે અને મેન્ટનન્સ તથા રીપેરિંગની ત્વરિત રીતે કામગીરી થાય. સમિતિના ચેરમેન રત્ન દ્વારા વડોદરા સ્ટેશન પર ઉપલબ્ધ યાત્રી સુવિધાઓ અને તેની જાળવણી બાબતે પ્રસન્નતા વ્યક્ત કરતા સ્ટેશન ડાયરેક્ટર અને તેમની ટીમને રૂ.૧૦,૦૦૦ , ડિવિઝન અધિકારીઓની ટીમને રૂ.૧૦,૦૦૦, આરપીએફ અને વાણિજ્ય વિભાગને રૂ.૫,૦૦૦ તથા જીઆરપી ટીમને રૂ.૫,૦૦૦ ના પુરસ્કારની જાહેરાત કરી હતી. ડિવિઝનલ રેલવે મેનેજર અમિત ગુપ્તાએ ચેરમેન અને સદસ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમને સ્મૃતિ ચિન્હો પ્રદાન કર્યા હતાં.રેલ મંત્રાલયની ઉચ્ધિકારી પ્રાપ્ત યાત્રી સેવા સમિતિ દ્વારા વડોદરા રેલવે સ્ટેશનનું નિરિક્ષણ કરવામાં આવેલું. સમિતિના ચેરમેન રમેશચંદ્ર રત્નની અધ્યક્ષતા હેઠળ સદસ્યગણ કિશોર શાનબાગ, યતિન્દ્ર સિંહ, ડૉ.ગુલાબ સિંહ ટિકરિયા, સંજીવ નારાયણ દેસાઈ અને બબીતા પરમાર દ્વારા સ્ટેશન પર જન આહાર, રેલવે સ્ટોલ પ્લેટફોર્મ નં. ૧ અને ૨ તથા ૩ પર યાત્રિઓની સેવાઓ જેવી કે વોટર પોઈંટ,સીસીટીવી સર્વેલન્સ રુમ, જનરલ વેઈટીંગ રુમ,એસી વેઈટીંગ રુમ તથા સરક્યુલેટિંગ એરિયાનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.