દાહોદ
દાહોદ શહેરમાં ટુવહીલર પર સવાર થઈ પસાર થઈ રહેલ એક યુવકના મોઢાના ભાગે પતંગની દોરી ફરી વળતાં યુવક લોહી લુહાણ થઈ ગયો હતો. અને તેને ૧૪ જેટલા ટાંકા આવ્યાં હોવાનું જાણવા મળે છે. દાહોદ શહેરમાં રહેતાં એક યુવક પોતાનુ સ્કુટર લઈ દાહોદ શહેરમાં મુવાલિયા ક્રોસીંગ થી પસાર થઈ રહ્યો હતો. તે સમયે અચાનક એક પતંગની દોરી તેમના મોઢાના ભાગે આવી જતાં ધારદાર પંતગની દોરીના કારણે વ્યક્તિના મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને વ્યકિત લોહી લુહાણ થઈ ગયો હતો. ઘટનાને પગલે સ્થળ પર લોક ટોળા ઉમટી પડ્યાં હતાં અને તાત્કાલિક ઈજાગ્રસ્ત યુવનાને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવમાં આવ્યાં હતાં. સારવાર દરમ્યાન યુવાનને ગળના ભાગે ૧૪ જેટલા ટાંકા આવ્યાં હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે થોડા દિવસો પહેલાં જીઆઈડીસીમા એક યુવકને દોરીથી ઈજા થતાં તેને ગળાના ભાગે ૧૬ ટાંકા આવ્યા હતા.ત્યારે દાહોદમાં ચાઈનીઝ દોરી વેચનારાઓની અટક પણ કરવામા આવી રહી છે.જિલ્લાના અન્ય શહેરોમાં પણ પોલીસ તપાસ ચાલી રહી છે ત્યારે હવે ઉત્તરાયણને આડે હવે એક જ દિવસ રહ્યો છે ત્યારે વાહન ચાલકોએ સ્વ તકેદારી રાખવી જરુરી છે.


