જયપુર
રાજસ્થાનમાં હાલના દિવસોમાં ભાજપમાં નેતૃત્વને લઇ ધમાસાન મચેલ છે.ભાજપના રાષ્ટ્રીય સચિવ અલકા ગુર્જરના નિવેદનથી હવે નવી હવા આપી દીધી છે.ગુર્જરે ટોંકના નિવાઇ જન આક્રોશ યાત્રાના સમાપન સમારોહમાં પહોંચ્યા હતાં આ દરમિયાન મંચથી મોટું નિવેદન આપી તેમણે રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઇ ગઇ છે.કાર્યકર્તાઓને સંબોધિત કરતા ભાજપના રાષ્ટ્રીય સચિવે કહ્યું કે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે જાેધપુરમાં મુખ્યમંત્રીને પાણી પિવડાવી દીધુ છે. તેઓ મોટામાં મોટાને પાણી પિવડાવવાનું કામ કરે છે. તેમણે કહ્યું કે હું આ કહેવા માંગુ છું કે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત રાજસ્થાનની જનતાને નેતૃત્વ પ્રદાન કરે અને આ ભ્રષ્ટ્રાચાર સરકારનો અંત કરે અલકા ગુર્જરે કહ્યું કે ગજેન્દ્ર સિંહ શેખાવતે જાેધપુરમાં મુખ્યમંત્રી અશોક ગહલોતને પણ હરાવ્યા છે. તેઓ આ કામમાં નિષ્ણાંત છે તેમના આ નિવેદનથી રાજસ્થાનમાં એકવાર ફરી મુખ્યમંત્રીના ચહેરાને લઇ સનસનાટી મચી ગઇ છે.રાજનીતિક વર્તુળોમાં તેને અલગ અલગ મહત્વ રીતે કાઢવામાં આવી રહી છે. દરમિયાન કાર્યક્રમની સમાપ્ત બાદ મીડિયા સાથે વાતચીત કરતા ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે આવનારી ચુંટણી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર લડવામાં આવશે પાર્ટીમાં આજ સુધી મને જે જવાબદારી આપી છે મેં તેને પુરી રીતે મહેનત કરી નિભાવી છે.આગળ પણ પાર્ટીના કાર્યકર્તા હોવાને કારણે પાર્ટીનું કામ કરતો રહીશ એ યાદ રહે કે ટોંક જીલ્લાની નિવાઇ વિધાનસભા વિસ્તારમાં ભાજપની આ જન આક્રોશ રેલીમાં સાંસદ સુખબીર સિંહ જાૈનાપુરિયા અને માલપુરા બેઠકના ધારાસભ્ય કન્હૈયાલાલ ચૌધરી સહિત પાર્ટીના પ્રદેશ સ્તરીય અનેક પદાધિકારી હાજર રહ્યાં હતાં
