Gujarat

મહેસાણામાં તોલમાપ વિભાગે કુલ ૪ વેપારીઓને ૧.૧૧ લાખનો દંડ ફટકાર્યો

મહેસાણા
મહેસાણાના દોરી – પતંગ બજારમાં તોલમાપ વિભાગના દરોડા પાડવામા આવ્યાં હતાં. જેમા શહેરના સૌથી મોટા દોરી વેચનારા અરિહંત સિઝન સેન્ટર ઉપર તોલમાપ વિભાગની રેડ પાડવામાં આવી હતી. જેમા ચોકાવનારી બાબતો સામે આવી હતી. તોલમાપ વિભાગની તપાસમાં અરિહંત સિઝન સેન્ટરમા વેચાતી બરેલી દોરીની ૯૦૦ મીટર ફિરકીમાં માત્ર ૨૫૪ મીટર જ દોરી નીકળી હતી. છતા પણ વેપારી ગ્રાહક પાસેથી ૯૦૦ મીટર ફિરકીના પૂરા પૈસા વસુલ કરતા હતા અને ફિરકીમાંથી ૬૪૬ મીટર દોરી ઓછી નીકળી હતી. તેમજ દુકાનમાં વેચાતી અન્ય શિવમ સુરતી માંજા ઘર નડિયાદની દોરી ફિરકીમાં પણ એમઆરપી કે અન્ય વિગત છાપેલી જાેવા ન મળતા તોલમાપ વિભાગે અરિહંત સિઝન સેન્ટરને ૯૦૦૦૦ દંડ ફટકાર્યો હતો. તેમજ રોડ ઉપર પાટીદાર પતંગ ઘર, નવકાર પતંગ ભંડાર, ચામુંડા પતંગ ભંડારમાં જેવી દુકાનોમા પતંગ નંગને બદલે કોડીમાં વેંચતા હતા. જેના માટે ત્રણેય દુકાનને ૬૦૦૦ દંડ ફટકાર્યો હતો. આમ તોલમાપ વિભાગ કુલ ૪ વેપારીઓને ૧.૧૧ લાખનો દંડ ફટકાર્યો હતો.આ અગાઉ ન્ઝ્રમ્ દ્વારા ચાઈનીઝ દોરી પકડવા માટે રાજ્યભરમાં દરોડા પાડવામાં આવ્યાં હતાં. જેમાં રાજ્યના ઘણા શહેરોમાંથી ન્ઝ્રમ્ ચાઈનીઝ દોરીનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડ્‌પ્યો હતો. હવે મહેસાણાના બજારમાં તોલમાપના દરોડા પડ્યાં છે અને દોરી -પતંગમા ગરબડ કરનાર વેપારીઓ સામે લાલ આંખ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *