Gujarat

કઠલાલ કેરવેલ હોસ્પિટલમાં દોરી વાગવા થી ઘાયલ છ જેટલા દર્દી ઓની સારવાર કરવામાં આવી.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ઉત્તરાયણમાં પતંગ ઉડાડવાની તથા પતંગ પકડવાની મજામાં ઘણીવાર અકસ્માત તથા ઈજાઓ સર્જાતી હોય છે. જેમાં ઘણી ઈજાઓ કે અકસ્માત જીવલેણ બની જાય છે અને તહેવારની મજામાં ભંગ પડી જાય છે. આવી અગમ્ય ઘટનાઓને આપણે થોડી સાવચેતી લેવાથી ટાળી શકીએ છીએ. ઉત્તરાયણમાં રોડ ઉપર ટુ વહીલર પર જતાં પતંગની દોરી વચ્ચે આવતા ગળા ઉપર, મોં ઉપર, આંખ ઉપર, કાન ઉપર તથા બીજા અંગો ઉપર મોટી ઈજાઓ થવાની સંભાવના રહેતી હોય છે. આવી કોઈ ઈજા થતા માણસ ટુ વહીલર પરથી પડી જાય અને બીજી ઈજાઓ થાય અથવા કોઈ બીજા સાથે એક્સિડન્ટ થવાની સંભાવના રહેલી હોય છે.એટલે સરકાર દ્વારા તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા તહેવાર માં જાગૃતિ અંગે મેસેજ ,વીડિયો અને સોશિયલ મીડિયા માં પણ ગાઈડ લાઇન અને સાવચેત રહેવા વિશે નાગરિકોને જાણ કરવામાં આવે છે.
તેમ છતાં અકસ્માતો સર્જાતાં રહે છે ત્યારે કઠલાલ કેરવેલ હોસ્પિટલમાં પણ
મુડેલ રતનપુર,જાલોદ,કઠલાલ,છીપડી,તેમજ  પીઠાઇ જેવા ગામના દર્દીઓ ગળાના ભાગમાં દોરી વાગતા કેરવેલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જેઓને ઈમરજન્સી સારવાર આપવાં આવી હતી તેમજ ઓપરેશન કરવામાં આવ્યા હતા તેવી માહિતી હોસ્પિટલ દ્વારા પ્રાપ્ત  થઈ છે.

IMG_20230115_19025534.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *