Delhi

ઉડી રહેલી ફ્લાઈટમાં અચાનક વૃદ્ધના મોઢામાં લોહી નીકળયુ, ઈમરજન્સી લેન્ડીંગ બાદ થયું મોત

નવીદિલ્હી
ઈન્દોરઃ મદુરાઈથી દિલ્હી જઈ રહેલી ઈંડિગોની ફ્લાઈટનું ઈન્દોર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ કરાવું પડ્યું હતું. તેમાં સવાર એક ૬૦ વર્ષના મુસાફરની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. એરલાઈનના એક અધિકારીએ જણાવ્યું છે કે, વિમાન જ્યારે હવામાં હતું, ત્યારે તેમના મોમાંથી લોહી નીકળી રહ્યું હતું. અધિકારીએ જણાવ્યું છે કે, યાત્રી અતુલ ગુપ્તાની તબિયત ખરાબ થઈ ગઈ, જ્યારે ફ્લાઈટ હવામાં હતી, આ જાેઈને ફ્લાઈટને ઈન્દોરના અહિલ્યાબાઈ હોલ્કર ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસેની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. દેવી અહિલ્યાબાઈ હોલ્કર એરપોર્ટના પ્રભારી ડિરેક્ટર પ્રબોધ ચંદ્ર શર્માએ કહ્યું કે, શરુઆતી સૂચના અનુસાર, અતુલ ગુપ્તા જે ઈંડિગો એરલાઈન્સની ફ્લાઈટ ૬ઈ-૨૦૮૮માં બેઠા હતા, તે સમયે તેમના મોમાંથી લોહી નીકળી રહ્યું હતું અને રસ્તામાં અચાનક તેમની તબિયત ખરાબ થઈ ગઈ. મેડિકલ ઈમરજન્સીના કારણે મદુરાઈ-દિલ્હી ફ્લાઈટને ઈન્દોર માટે ડાયવર્ટ કરી દેવામાં આવી હતી અને અહીં સાંજે લગભગ ૫.૩૦ કલાકે સ્થાનિક એરપોર્ટ પર ઉતરી, અતુલ ગુપ્તાને એરપોર્ટની નજીકમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અતુલ ગુપ્તાને ઈન્દોરને હોસ્પિટલમાં લઈ જતાં એક ડોક્ટરના જણાવ્યા અનુસાર, તેઓે પહેલાથી હ્‌દયરોગ, હાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટીશના દર્દી હતા. પ્રબોદ ચંદ્ર શર્માએ કહ્યું કે, વિમાને સાંજે ૬.૪૦ કલાકે ગંતવ્ય માટે ઉડાન ભરી હતી. ઈન્દોરના એરોડ્રામ પોલીસ સ્ટેશનના એક સબ ઈંસ્પેક્ટરે જણાવ્યું છે કે, મૃતક અતુલ ગુપ્તા નોઈડાના રહેવાસી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ તેમની લાશ પરિવારને સોંપવામાં આવશે. આપને જણાવી દઈએ્‌ કે, વિમાનની અંદર જાે મુસાફરોનું જાે યોગ્ય બ્લડ પ્રેશર ન હોય તો, કેટલીય મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પહેલાથી કોઈ બિમારીનો સામનો કરી રહ્યા હોય તો, ઘણી તકલીફો આવશે.

Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *