જૂનાગઢ જિલ્લા સંકલન સમિતિ તથા ફરિયાદ સમિતિની બેઠક દર માસના ત્રીજા શનિવારના રોજ યોજવામાં આવે છે. ગત માસની બેઠકો વહીવટી કારણોસર મુલતવી રાખવામાં આવી હતી. હવે આ બન્ને બેઠકો આગામી તા.૨૧/૦૧/૨૦૨૩ને સવારે ૧૧ કલાકે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજવામાં આવશે. જેની સંબંધકર્તા તમામએ નોંધ લેવા નિવાસી અધિક કલેક્ટર, જૂનાગઢની યાદીમાં જણાવાયું છે.
