Gujarat

ભીલાડ ઈન્ડિયા પાડા નરોલી ચેકપોસ્ટ પાસેથી દારૂની ૧૭૬૦ બોટલ ઝડપાઈ, ૨ શખ્સો ઝડપાયા

વલસાડ
વલસાડ જિલ્લાની ભિલાડ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે સેલવાસથી સુરત જતા એક ટેમ્પોને ઇન્ડિયાપાડા ચેકપોસ્ટ ઉપર ટેમ્પો અટકાવી ટેમ્પોમાં બનાવેલા ચોર ખાનામાંથી ૧,૭૬૦ બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલક સહિત ૨ ઇસમોને ઝડપી પાડ્યો હતો. ભિલાડ પોલીસે ૯.૭૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ભિલાડ પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો. ભિલાડ પોલીસે દારૂનો જથ્થો મંગાવનાર ઇસમને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની ભિલાડ પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન મળેલી બાતમીના આધારે સેલવાસ તરફથી એક ટેમ્પો નંબર જીજે-૧૧–વાય-૬૩૯૭માં દારૂનો જથ્થો ભરી ટેમ્પો ચાલક તથા અન્ય ઈસમ સાથે ટેમ્પોમાં બનાવેલા ચોરખાનામાં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો સંતાડી સુરત તરફ જઈ રહ્યો છે. સેલવાસ તરફથી નીકળી ભીલાડ ઇન્ડિયાપાડા નરોલી ચેકપોસ્ટ થઈ સુરત તરફ જવાના હોવાની બાતમી મળી હતી. ભિલાડ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે ભિલાડ પોલીસની ટીમ ભીલાડ ઇન્ડિયાપાડા ચેકપોસ્ટ પાસે સેલવાસથી આવતા રોડ ઉપર બાતમીવાળા ટેમ્પોની વોચ ગોઠવી ઉભી હતી. જે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા ટેમ્પોને અટકાવી ચેક કરતા ટેમ્પાના ફલકના ભાગે બનાવેલા ચોરખાનામાંથી ભિલાડ પોલીસની ટીમે ૧,૭૬૦ બોટલ ઇંગ્લિશ દારૂનો જથ્થો ભિલાડ પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે મુસ્તાક હારુંન વારૈયા અને ઉદયકુમાર મહેશરામની અટકાયત કરી પૂછપરછ કરતા દારૂનો જથ્થો સુરતના શૈલેષ ઉર્ફે શૈલોએ મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું ભિલાડ પોલીસે ૨,૫૬,૦૦૦નો વિદેશી દારૂનો જથ્થો રોકડા રૂપિયા ૫૦૦૦ તથા બે મોબાઈલ ફોન ૧૦,૦૦૦ અને ટેમ્પો મળી કુલ ૯.૭૧ લાખનો મુદ્દા માલ કબજે લઈ પોલીસમાં થકે ગુનો નોંધી સુરતના શૈલેષ ઉર્ફે શૈલો નામના ઇસમને વોન્ટેડ જાહેર કરીને આગળની તપાસ હાથ ધરી છે.

File-01-Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *