બોટાદ
બોટાદ શહેરના ભગવાનપરા વિસ્તારમાંથી રાત્રિના સમયે અવાવરૂ જગ્યામાંથી એક બાળકીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો. ત્યારે દેવીપૂજક સમાજની ૧૦ વર્ષીય દીકરીની હત્યાને લઈ સમાજની મહિલાઓ તેમજ આગેવાનો રોડ પર ઉતરી આવ્યા છે. બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલા નાગલપર દરવાજે મોટી સંખ્યામાં દેવીપૂજકન સમાજના લોકો એકત્રીત થઈ રસ્તા પર ચકાજામ કર્યો છે. તેએ આરોપીની ધરપકડ તેમજ તેને ફાંસીની સજા આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. અને ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. બનાવ પગલે બોટાદ પોલીસનો મસમોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. લાશને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાળકીની હત્યા થયાની આશંકા દેખાઈ રહી છે. બોટાદ શહેરમાં આવેલા ભગવાનપરા વિસ્તારમાં ૧૫ જાન્યુઆરી ૨૦૨૩ ના રાત્રીના એક અવાવરૂ જગ્યાએથી અર્ધનગ્ન હાલતમાં બાળકીની લાશ મળી આવ્યાની જાણ બોટાદ પોલીસને થતાં બોટાદ જીઁ કિશોર બળોલિયા, ડ્ઢરૂ.જીઁ, ન્ઝ્રમ્,ર્જીંય્, ટાઉન પોલીસનો સહિત મસમોટો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તપાસ કરતાં આશરે ૮ થી ૧૦ વર્ષની બાળકી હોવાનું બહાર આવ્યું છે. બાળકીની લાશ અર્ધનગ્ન હાલતમાં મળી આવતા હત્યા થયા હોવાની આશંકા દેખાઈ રહી છે. બાળકીની લાશને પીએમ માટે સોનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની કામગીરી હાથ ધરી હતી.


