Gujarat

પાટણનાં દંપતીએ રોકાણ કરેલા નાણા કંપનીએ ન ચૂકવ્યા, પૈસા ન આપીને અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાઇ

પાટણ
પાટણ જિલ્લા અદાલતમાં વકીલાત કરતા એક વકીલની પત્નીએ એક કંપનીમાં રોકેલા નાણાં પાકતી મુદ્દતે તે પૈસાની માંગણી કંપનીનાં એજન્ટ પાસે કરવા જતાં તેઓએ આ વકીલ થતા તેમની પત્નીને અપશબ્દો બોલી અપમાનિત કાર્ય હોવાનો આક્ષેપ કરતી ફરીયાદ તેમણે સરસ્વતિ પોલીસ મથકે નોંધાવી હતી. આ મળતી માહિતી મુજબ પાટણ તાલુકાનાં કણી ગામનાં રહિશ અને વકીલાત કરતા આર.એસ.વણકરનાં પત્નીએ મુસ્કાન કંપનીમાં એજન્ટ ભરતભાઇ મારફત રૂ.૫૮૦૦૦નું રોકાણ જુન-૨૨ માં કરેલું જે નાણાં આ જાન્યુઆરીમાં પાકતા હોવાથી તેઓએ એજન્ટ પાસે અવારનવાર ઉઘરાણી કરતા હતા. આ પતિ-પત્ની એજન્ટનાં ગામે તેનાં ઘેર જતાં અગાઉ તેમનાં સંબંધીઓએ અને બાદમાં એજન્ટ અને અન્યોએ તેમને અપમાનિત કરીને લાકડી લઇને મારવા આવતાં અન્યોએ તેમને બચાવ્યા હતાં. ”અપમાનિત કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે છ વ્યક્તિ સામે આઇપીસી ૪૦૬/૪૨૦/૧૪૩/ ૧૪૭મુજબ ગુનો નોંધ્યો હતો.

File-01-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *