Gujarat

આ કડકડતી ઠંડીમાં શૈક્ષણિક સંસ્થાઓની સવારની પાળીના સમયમાં તાત્કાલિક ફેરફાર કરી એકાદ કલાક મોડું શૈક્ષણિક કાર્ય શરૂ કરવું જોઈએ તેવું સાવરકુંડલા શહેરનાં બુધ્ધિજીવીમાં ચર્ચાઈ રહ્યું છે.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આ કડકડતી ઠંડી વચ્ચે શૈક્ષણિક સંસ્થાઓમાં સવારની પાળીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે મોડો સમય કરવો જરૂરી છે અને બાળકો પૂર્ણરીતે ઠંડીથી રક્ષણ મેળવી શકે તેવાં ગરમ કપડાં મફલર, ટોપી, સ્કાર્ફ, સ્વેટર, મોજાં પહેરીને જ શાળાએ આવે એવી સૂચના પણ શાળા તરફથી આપવામાં આવે તે જરૂરી છે. હમણાં ગુજરાતનાં એક શહેરમાં ચાલું શાળાએ એક વિદ્યાર્થીનીનું હ્રદય બેસી ગયાના અખબારી અહેવાલ સાંભળીને સમગ્ર શૈક્ષણિક જગતે આ વાતની નોંધ લઈને શિયાળુ સમયપત્રકમાં પણ હાલ ઠંડીના સમય પૂરતો કામચલાઉ ફેરફાર કરવો જોઈએ તેવું સાવરકુંડલા શહેરનાં બુધ્ધિજીવીમાં ચર્ચા થઈ રહી છે. કોઈ આકસ્મિક દુર્ઘટના બને એ પહેલાં સાવચેતીના ભાગ રૂપે યોગ્ય પગલાં ભરવા જોઈએ.. આમ પણ આ ઠંડીનો અસહ્ય માર અને એમાં છેલ્લા બે વર્ષથી કોરોના સમયનો અનુભવ પણ હવે લોકોને સ્વાસ્થ્ય સુરક્ષા અંગે ઘણું શિખવી જાય છે. શૈક્ષણિક જગતનાં અધિકારીઓ દ્વારા પણ આ ઠંડીની પરિસ્થિતિનું અવલોકન કરીને પરિસ્થિતિનાં વિશ્ર્લેષણ બાદ યુધ્ધના ધોરણે શિયાળુ સત્રની આચારસંહિતા પણ ઘડી અને તેને તત્કાળ અમલમાં મૂકવી જોઈએ તેવું બુધ્ધિજીવી વર્ગમાં ચર્ચાય રહ્યું છે. અતિ ઠંડીના કારણે કોઈપણ સ્વાસ્થ્ય સંબંધી દુખદ ઘટના ન બને તે માટે પણ થોડું મનોમંથન જરૂરી છે

IMG-20230118-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *