જેતપુરમાં ખાખીનો ખોફ ઓસર્યો
સીસીટીવીમાં છ થી સાત યુવાનો યુવકને બેફામ રીતે માર મારી રહ્યા છે.
જેતપુરમાં અસમાજિક તત્વોના આતંક વધતો હોવાનું સામે આવ્યું છે. અસાજિક તત્વોને કારણે શહેરની શાંતિ ખોરવાતા શહેરીજનોમાં ડર જોવા મળી રહ્યો છે અને ભયના ઓથાર હેઠળ હોય તેવું લાગી રહ્યું છે. જેતપુરમાં અસમાજિક તત્વોએ યુવકને ઢોર માર માર્યો હોઈ તેવો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાઇરલ થયો છે.
હાલ મારા-મારીની ઘટના સતત વધી રહી છે. ત્યારે વધુ એક મારા-મારીનો મામલો સામે આવ્યો છે. આ બનાવ જેતપુરનાં નવાગઢનો છે. આ ઘટનાનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો આ વિડિયો નાજાવાળાપરા વિસ્તારનો હોય તેવું અનુમાન લગાવામાં આવ્યું છે. આ સીસીટીવી માં છ થી સાત યુવાનો યુવકને બેફામ રીતે માર મારી રહ્યા છે. આ જોઇને સ્થાનિક યુવકે તેને બચાવ્યો અને પોતાના ઘરમાં તેને સ્થાન આપ્યું. આ વાયરલ વિડિયો મકરસંક્રાંતિની રાતનો છે. ભોગ બનનાર વ્યક્તિનું નામ સુનિલ ચદુંભાઈ રાઠોડ છે. પીડીતને હાલ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.


