Gujarat

અખિલ ગુજરાત ગિરનાર આરોહણ – અવરોહણ સ્‍પર્ધામાં  નિયત સમયમર્યાદામાં  સ્પર્ધા પૂર્ણ કરનાર સ્પર્ધકોએ પ્રમાણપત્ર મેળવી લેવા        

ગુજરાત રાજયના રમત-ગમત, યુવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્રારા જૂનાગઢ જિલ્‍લા વહીવટી તંત્રના ઉપક્રમે તા.૦૧/૧/૨૦૨૩  ના રોજ જૂનાગઢ મુકામે ગુજરાત રાજયના યુવક અને યુવતિઓ માટેની અખિલ ગુજરાત ગિરનાર આરોહણ – અવરોહણ સ્‍પર્ધા યોજાઇ હતી. આ સ્‍પર્ધામાં ભાઇઓની સ્‍પર્ધાની સમય મર્યાદા ૨-૦૦ કલાક અને બહેનોની સ્‍પર્ધા માટે ૧-૩૦ કલાકની નિયત કરેલ હતો. આ સ્પર્ધા નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરનાર સ્‍પર્ધકોના પાર્ટીશીપેશન પ્રમાણપત્રો તેમજ મેરીટ પ્રમાણપત્રો (પ્રથમ ૧ થી ૧૦ ક્રમ) જે તે સ્પર્ધકોએ પોતાના જિલ્લાની રમતગમત કચેરી ખાતેથી રૂબરૂ મેળવી લેવાના રહેશે. તેમજ જૂનાગઢ જિલ્લા/શહેરના સ્પર્ધકોએ જિલ્‍લા રમત ગમત અધિકારીની કચેરી, બ્‍લોક નં.૧, પ્રથમ માળ, બહુમાળી ભવન, સરદાર બાગ, જૂનાગઢ ખાતેથી રૂબરૂ મેળવી લેવાના રહેશે. વધુ વિગતો માટે કચેરીના ફોન નં.(૦૨૮૫)૨૬૩૦૪૯૦નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *