દારૂના બુટલેગરોએ નવો કીમિયો અજમાવતા પોલીસની સતર્કતાથી તેમની કારી ફાવી નહિ
સંદીપ કબીર નામના શખ્સે કુરિયર પાર્સલમાં માલ મંગાવ્યો હતો, ગુનો દાખલ: આરોપીની શોધખોળ
બુટલેગર દારૂની હેરફેર માટે અવનવા કિમીયા અજમાવતા હોય છે પણ પોલીસની સતર્કતાથી તેમની કારી ફાવતી નથી. જેતપુરમાં ટ્રાન્સપોર્ટ પાર્સલમાંથી રૂ. રૂ.1.11 લાખની દારૂની 91 બોટલ ઝડપાઈ હતી. પાર્સલ દિલ્હીથી આવ્યા હતા અને સંદીપ કબીર નામના શખ્સે કુરિયર પાર્સલમાં માલ મંગાવ્યો હતો તેવું ખુલતા ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે.
પ્રાપ્ત વિગત અનુસાર શહેરના અમરનગર રોડ, ચારણના પુલ પાસે આવેલ સુકુન પ્લાઝા કોમ્પ્લેક્ષમાં આવેલ દુકાન નં.ર૮ માં ડીલેવરી કુરીયર ટ્રાન્સપોર્ટ નામની દુકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો કોઇકે મંગાવેલ હોવાની બાતમી મળતી ડી.વાય.એસ.પી. કચેરીના નારણભાઇ પંપાણીયા, બાપાલાલ ચુડાસમા તથા શહેર પોલીસ હિતેષભાઇ વરૂ, નિલેષભાઇ મકવાણા, રામજીભાઇ ગરેજા, ઘનશ્યામસિંહ જાડેજા, સુરેશભાઇ ભરવાડ, જયેશભાઇ દાફડા, રાજુભાઇ શામળાએ બાતમી વાળા કુરીયર ટ્રાન્સપોર્ટની દુકાન પાસે વોચ ગોઠવેલ કોઇ કડી નહી મળતા ટ્રાન્સપોર્ટમાં બેઠેલ ગૌત્તમભાઇ કરશનભાઇ વઘેરા (રહે. ચોકી) ને જણાવી દુકાનની તલાશી લેતા અંદર બાતમી મુજબના લાકડાના ૪ બોકસ મળી આવતા જેની ઉપર લેનારનું નામ સંદીપ કુબીર લખેલ હોય દિલ્હીથી રવાના થયેલ બોકસને ખોલતા તેમાંથી ઇંગ્લીશ દારૂની ઉચી બ્રાન્ડની વોડકા સ્કોચ વ્સ્કિીની બોટલો નંગ ૯૧ જેની કિ. રૂા.૧,૧૧,૩૭પ નો મળી આવતા પોલીસે મુદામાલ કબ્જે કરી દારૂ મંગાવનાર શખ્સ વિરૂધ્ધ ગુન્હો નોંધી તેને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ લગ્નની સીઝન ચાલુ હોય અને પકડાયેલ દારૂ ઉંચી કંપનીનો હોય તો કોઇ બુટલેગર મંગાવેલો છે કે કોઇ મોટા માથાનો ? આવી રીતે પહેલીવાર દારૂ આવ્યો છે કે અગાઉ પણ આવી ગયો હશે પોલીસ તપાસ કરી હકીકત બહાર લાવે તેવી લોકોમાં ચર્ચાય રહ્યું છેે.
હરેશ ભાલીયા જેતપુર


