Gujarat

કઠલાલ ના ભાટેરા નજીક આઇઓસીએલ અને બીપીએલ દ્વારા મોકડ્રીલ યોજાઇ.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ઓઇલ કંપનીઓ વર્ષ માં એક વાર પાઈપલાઈન પર મોક ડ્રીલ કરે છે. જેનો ઉદ્દેશ્ય વાસ્તવિક આગ કે પાઈપલાઈન લીકેજ ના કિસ્સા માં સ્થાનિક લોકો દ્વારા લેવામાં આવતી સાવચેતી તેમજ માહિતી આપવા માટે અને આવા સંજોગોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મેડિકલ રેસકયુ, ફાયર ટીમ, પોલીસ કઈ રીતે કામ કરે છે તે દર્શાવવા મા આવે છે. કઠલાલ ના ભાટેરા પાસે ચનેજ કેએમ ૧૭૦ ખાતે પણ મોક ડ્રીલ યોજવામાં આવી. મોક ડ્રીલમાં એચ. પી. સી. એલ પાઈપ લાઈન માં લાગેલ આગ પર કાબુ કરી બચાવ કામગીરી સહિત નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હીન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન. લી. પાલનપુર થી વડોદરા પાઈપલાઈન મા આગ લાગવાની જાણ થતાં ગ્રામ જનો માં દોડ ધામ મચી ગઇ હતી. આગ ની જાણ થતા એચ પી સી એલ મોનીટરીંગ અને મેન્ટેનન્સ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ સાથે જ ફાયર બ્રિગેડ, સીવીલ ડિફેન્સ અને પોલીસ ને પણ જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને તત્કાલીન આગ પર કાબુ મેળવ્યો હતો. પરતુ આ કોઈ ઘટના ન હતી પણ એચ પી સી એલ દ્વાર કરાવામાં આવેલી મોક ડ્રીલ હતી. આ મોક ડ્રીલમાં આઇ ઓ સી એલ કંપની પણ જોડાઈ હતી. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન એચ.પી.સી.એલ ના અખિલ લુહાડિયા, ભાર્ગવ ચૌહાણ, મોહિત કુમાર, નીશીત કુમાર તેમજ આઈ.ઓ.સી.એલ ના મહેશ વિટેકર, કૃણાલભાઈ, તેમજ એસ. એચ. દેસાઈ ડી.પી.ઓ ડિઝાસ્ટર નડિયાદ, વિક્રમ સોલંકી ડી.વાય.એસ.પી, વી. જી. પ્રજાપતિ પી આઈ, કઠલાલ પી એસ આઈ તથા ગામના સરપંચ સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20230118-WA0056.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *