Gujarat

બોટાદ જિલ્લા પોલીસ બોટાદ અને સુરક્ષા સેતુ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે

રાણપુરમાં સર્વોદય સ્કુલ ખાતે સંવેદના એક અભિયાન પાર્ટ-2 અંતર્ગત માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો…
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં આવેલ સર્વોદય મા. અને ઉ.મા. સ્કુલ ખાતે બોટાદ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જિલ્લા જિલ્લા પોલીસ બોટાદ અને સુરક્ષા સેતુ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે સર્વોદય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-રાણપુર માં સંવેદના એક અભિયાન પાર્ટ-2 અંતર્ગત માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટીનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. જેમાં બોટાદ જિલ્લા મહિલા પોલીસ હાજર રહ્યા અને સુરક્ષા સેતુ સોસાયટી ના ટ્રેનરો દ્વારા શાળાના બાળકોને ગુડ ટચ બેડ ટચની માહિતી આપવામાં આવી. પોક્સો એક્ટ અંગે બાળકોને જાગૃત કરવામાં આવ્યા તેમજ બાલ સુરક્ષા કાયદા અંગે માહિતી આપવામાં આવી. બાળકોને મહિલા હેલ્પલાઇન, પોલીસ હેલ્પલાઇન વગેરે ઇમર્જન્સી નંબરોની માહિતી આપી હતી.સર્વોદય સ્કુલના સંચાલક અશોકસિંહ ડોડીયા અને શાળાના આચાર્ય દ્વારા બોટાદ જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20230118-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *