મહેસાણા
મહેસાણામા આવેલ નગલપુર ગ્રામ પંચાયત મા રહેલા ચાર્જ માં ફરજ બજાવતો તલાટી દાખલો કઢાવી આપવા મામલે ૧૫ હજાર લાંચ લેતા ઝડપાયો,સમગ્ર મામલે તલાટી એ અરજદાર પાસે દાખલો કઢાવી આપવા કુલ ૨૭ હજારમાં સોદો નકી કર્યો હતો.મહેસાણા જિલ્લામાં છઝ્રમ્ એ બે સ્થળેથી લાંચ લેતા બેને ઝડપયા હતા જેમાં મહેસાણા ના ગિલોસન ગ્રામ પંચાયતનો તલાટી કમ મંત્રી સમિત ભાઈ બાબુભાઇ પટેલ જે નાગલપુર ગ્રામ પંચાયત નો પણ ચાર્જ સંભાળતો જતો જેની પાસે એક અરજદાર મકાનની આકારણી પત્રક બનાવવા માટે તલાટી પાસે દાખલા ની જરૂર પડતા દાખલો કઢાવવા આવ્યો હતો જ્યા તલાટીએ દાખલો કાઢી આપવા માટે અરજદાર પાસે ૨૭ હજાર રૂપિયા માગ્યા હતા જ્યા ૧૫ હજાર રૂપિયા કામ થાય પહેલા અને ૧૨ હજાર રૂપિયા કામ થયા પછી આપવાનું નકી કર્યું હતું.જેમાં અરજદાર તલાટીને લાંચ આપવા માંગતો નહોતો જેથી તેણે સમગ્ર મામલે છઝ્રમ્ ને જાણ કરી હતી તેમજ છઝ્રમ્ એ છટકું ગોઠવ્યું હતું જ્યા તલાટી મોઢેરા ચોકડી પાસે આવેલ વિમલ પાર્ટી પ્લોટ ની બાજુમાં ઉમિયા પાન પાર્લર પાસે અરજદાર પાસેથી ૧૫ હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયો હતો.


