International

ભારત સાથે વેપાર અને સંરક્ષણ સમજૂતી કરવા માગે છે બ્રિટન ઃ ટ્રસ

લંડન
ઓક્સ વિશેષ રીતે ઓસ્ટ્રેલિયા સાથે વેપાર અને સંરક્ષણ અંગે છે. બ્રિટન જાપાન, ભારત અને કેનેડા સાથે પણ આવા જ પ્રકારની સમજૂતી કરવા માગે છે. ટ્રસે વધુમાં જણાવ્યું હતું કે બે વર્ષ સુધી વેપાર મંત્રી રહ્યાં પછી એક વાતની મને જાણ થઇ છે કે વિશ્વના દેશો બ્રિટન પર વિશ્વાસ કરે છે.બ્રિટનના નવા વિદેશ પ્રધાન લિઝ ટ્રસે રવિવારે જણાવ્યું હતું કે બ્રિટન વ્યૂહાત્મક હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ભારત અને અન્ય લોકશાહી દેશોની વેપાર અને સંરક્ષણ સમજૂતી કરવા માગે છે જેથી સત્તાવાદી દેશોની અસરને પડકારી શકાય. ટ્રસે જણાવ્યું હતું કે તે ‘ઓક્સ’ની જેમ અન્ય સમજૂતી કરવા માટે તૈયાર છે. ઓક્સ ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને અમેરિકા વચ્ચેની ત્રિપક્ષીય સુરક્ષા સમજૂતી છે. જેને વેપારી સ્વરૂપે ચીનના જવાબી સંતુલનના સ્વરૂપમાં જાેવામાં આવી રહ્યું છે. ટ્રસે ફોરેન, કોમનવેલૃથ અને ડેવલોપમેન્ટ ઓફિસ(એફસીડીઓ)માં પોતાની નવી ભૂમિકા સંભાળ્યા પછી પોતાના પ્રથમ ઇન્ટરવ્યુમાં જણાવ્યંડ હતું કે અમે વધુ આર્થિક અને સંરક્ષણ સમજૂતી માટે અમારા સહયોગી દેશો સાથે કાર્ય કરવા માગીએ છીએ.

Briten-New-Forain-Minister-Truss-image.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *