જયપુર
રાજસ્થાન કોંગ્રેસની અંદર બધુ બરાબર નથી આ વાત અનેકવાર જાહેર રીતે જાેવા મળી છે.પ્રદેશના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ સતત રાજયનો પ્રવાસ કરી રહ્યાં છે અને તેમની જાહેરસભાઓમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઇ રહ્યાં છે.સચિનનું કહેવું છે કે પેપર લીકના મોટા કસુરવારો પર કાર્યવાહી થવી જાેઇએ અને નેતૃત્વ પિરવર્તન પર હાઇકમાન્ડ નિર્ણય લેશે. સચિન પાયલોટે એક સમાચાર ચેનલ સાથે વાતચીત કરતા પત્રકારે કહ્યું કે તમારી બાબતમાં કહેવામાં આવી રહ્યું છે કે તમે કયારેય મુખ્યમંત્રી બનશો નહીં તેના જવાબમાં સચિને કહ્યું કે ભવિષ્યમાં શું થશે તે મને ખબર નથી પરંતુ અમારી જે મુડી છે તે જનતાનો પ્રેમ અને આશીર્વાગદ છે.અમારે તેને બનાવી રાખવાના છે.જે જનતાનો પ્રેમ અને લગાવ છે તે અમારા માટે મહત્વપૂર્ણ છે.તેનાથી વધું શું થઇ શકે છે. આવરનારી વિધાનસભા ચુંટણીને લઇ સચિન પાયલોટે કહ્યું કે અમે રાજસ્થાનમાં સરકાર બનાવીએ છીએ પરંતુ પાંચ વર્ષમાં સરકાર ચાલી જાય છે.તેમણે કહ્યું કે આ વખતે અમારે બધાએ સાથે મળી કામ કરવું જાેઇએ તમામ કોંગ્રેસી નેતાઓએ મળીને સાથે આવવું જાેઇએ જનતાની વચ્ચે પહોંચવું પડશે તો જ અમે ફરીથી સરકાર બનાવવામાં સફળ રહીશું.કોંગ્રેસની અનેકવાર સરકારો રિપીટ થઇ છે.રાજસ્થાનમાં ચુંટણી થનાર છે અને આગામી પાર્ટીના તમામ નેતા સાથે કામ કરે તો અમે રાજસ્થાનમાં ફરીથી સરકાર બનાવીશું જયારે સપ્ટેમ્બરમાં ઘારાસભ્ય પક્ષની બેઠક ન થવાને લઇ સચિને કહ્યું કે બેઠક નહીં થવા દેનારા નેતાઓનો મામલો હાઇકમાન્ડના ધ્યાનમાં છે.પાયલોટે કહ્યું કે તેમની વિરૂધ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય પાર્ટી હાઇકમાન્ડને કરવાનો છે.તેમણે કહ્યું કે આ બધાને લઇ કંઇ પણ કરવાનું છે તે પાર્ટી નેતૃત્વે કરવાનું છે.બધુ તેમના ધ્યાનમાં છે.કયારે કાર્યવાહી કરવાની છે શું કાર્યવાહી કરવાની છે તે પાર્ટી હાઇકમાન્ડના હાથમાં છે.


