ઊનાના શ્રી વીરદાદા જસરાજ શોર્ય દિન નિમીતે તા. ૨૨ જાન્યુ.ને રવિવારે વિવિધ ધાર્મિક કાર્યકમ સાથે પ્રસાદીનું આયોજન કરવામાં
આવેલ છે. શ્રી વીરદાદા જસરાજ શોર્ય દિને ઉના વરસીંગપુર રોડ પર આવેલ જલારામ વાડી ખાતે પ્રસાદી સાંજે ૭.૩૦ કલાકે
રાખેલ છે. અશોકભાઇ કોટેચા, મનીષભાઇ કોટેચા, રાકેશભાઇ કોટેચા, ક્રિનલભાઇ કોટેચા તેમજ આદિત્ય કોટેચા દ્રારા આયોજન
કરેલ હોય જેમાં ધર્મપ્રેમી ભક્તોએ પ્રસાદીનો લાભ લેવા આમંત્રણ પાઠવેલ છે.
