Gujarat

ગીર નજીક ખિલાવડ-ઇટવાયા રોડ પર સિંહણ અને બે સિંહબાળ સાથે રસ્તો ઓળંગતો હોવાનો વિડિયો વાયરલ… 

ગીરના વન્ય પ્રાણીઓ અવાર નવાર નજીક સીમ વિસ્તારોમા પસાર થવું સમાન્ય બની ગયું છે ત્યારે ખિલાવડ-ઇટવાયા રોડ પર સિંહણ
અને બે સિંહબાળ સાથે રસ્તો ઓળંગતી વખતે વાહનો થંભી ગયા હતા જે સમગ્ર વિડિયો વાયરલ થયેલ હતો. ગીર જંગલ નજીક
આવેલ ગીરગઢડાના ખિલાવડ-ઇટવાયા રોડ ઉપર ગતરાત્રિના સમયે સિંહણ તેમજ તેમના બે સિંહબાળ સાથે રસ્તો ઓળંગતી વખતે
રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો થંભી ગયા હતા. અને રસ્તા પરથી સિંહણ અને તેમની પાછળ એક પછી એક બે સિંહબાળ
પરીવાર સાથે પસાર થતા હતા. અને રસ્તો ક્રોસ કર્યાં બાદ સીમ વાડી પાસે પથ્થરની દિવાલ ઉપર સિંહણ અને બે સિંહબાળ ચઢી
સીમ વાડી વિસ્તારમાં ચાલ્યા ગયા હતા. જે સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયેલ હતો.

-રોડ-પર-સિંહણ-અને-બે-સિંહબાળ-સાથે-રસ્તો-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *