દિવ નાગવા દરિયા કિનારે દીપડો દેખાયો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ હતો.જે સમગ્ર ઘટના વિડિયો કાર ચાલકે
પોતાના મોબાઈલમાં કેદ કરેલ હતો. દરિયાની તદન નજીક ધોળા દિવસે દિપડો દેખાતા ત્યાંથી પસાર થતા કાર ચાલકે આ દીપડો
મોબાઈલમાં કેદ કરેલ હોય આ વિડિઓ સોશ્યલ મીડિયામાં ભારે વાયરલ થયેલ હતો. પરંતું દીવના દરીયા કિનારાનો વિડિયોની પુષ્ટિ
કરતું નથી.આ વિડીયો ક્યાનો છે જાણવા મળેલ નથી પરંતુ દીવ દરીયાનો હોવાનો વિડીયો વાયરલ થયેલ હતો.
અગાઉ એક અઠવાડિયા પહેલા દીપડો દીવના દગાસી વણાકબારાના જંગલમાં રાત્રીના સમયે વન કર્મીઓ ડ્યુટી પર હાજર હતાં. તે
દરમ્યાન દીપડો જંગલ વિસ્તાર તરફ જોવા મળતા વન કર્મીએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી દીપડાના પંજાના નિશાનના આધારે
પાંજરા મુકીને જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. પરંતું દીપડો પાંજરે પુરાયો ન હતો. આમ ફરીવાર દીવમાં ધોળા
દિવસે દરિયા કિનારે દિપડો દેખાયો હોવાનો વિડિયો વાયરલ થતાં આ વાત વાયુવેગે પ્રસરી જતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાય
ગયેલ હતો…
