ઊનામાં પરણીત મહીલાને પતિ,સાસરી પક્ષ દ્રારા ઢીકાપાટુનો મારમારી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી.
ઊનામાં પરણીત મહીલાને પતિ,સાસરી પક્ષ દ્રારા તું તારા માવતરના ઘરેથી કાઇ વસ્તુ લાવેલ નથી. તેમ કહી શારીરીક માનસીક દુખ
ત્રાસ આપ્યાની ઢીકાપાટુનો મારમારી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપતા મહીલાએ સાસરીયા સામે ઉના પોલીસમાં
ફરીયાદ નોધાવતા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે…
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ હેતલબેન આકાશભાઇ ભારતીના લગ્ન આકાશ દિનેશ ભારતી સાથે થયેલ હોય અને સંયુક્ત
પરીવારમા દિનેશ ધીરન ભારતી, ધરતીબેન, તેમજ ઉત્સવ વિનોદ ઠક્કર સાથે રહેતા હોય અને હેતલબેનને નાની નાની વાતમાં
બોલાચાલી ઝગડો કરેલ હતો. અને કહેલ કે તુ તારા માવતરના ઘરેથી કાઇ વસ્તુ લાવેલ નથી. તેમ કહી શારીરીક માનસીક દુખ ત્રાસ
આપતા હતા. અને પતિ આકાર તેમજ સસરા દિનેશ દહેજની માગણી કરતા પુત્રવધુની માતાએ દહેજની રોકડ રકમ આપેલ હતી.
તેમ છતાં આ તમામ શખ્સો દ્રારા હેતલબેનને ઢીકાપાટુનો મારમારી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ અંગે
મહીલાએ પતિ,સસરા સહીત ચારે શખ્સો વિરૂધ પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે ૪૯૮A, 323, 504, 506(2), 114
મુજબ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.